Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Mumbai-Ahmedabad rail operations affected due to heavy rain in Valsad, tracks washed away

VIDEO: વલસાડમાં ભારે વરસાદથી ટ્રેક ધોવાતાં મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક ટ્રેક ધોવાઈ જતાં એક તરફનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જેથી હાલ મુંબઈ અમદાવાદ વચ્ચે એક જ ટ્રેક પરથી ટ્રેનોને પસાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઘોલવડ રેલવે સ્ટેશન પાસે મુંબઈ જતી બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસના એન્જિનનો પાવર ફેઈલ થતાં મુંબઈ તરફનો વાહનવ્યવહાર અટવાયો છે અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ઉમરગામ સ્ટેશને રોકી દેવામાં આવી છે. વિસ્તારમાં હજુ પણ મુસળધાર વરસાદ ચાલુ હોવાથી રેલવેના ટાઈમ ટેબલ પર માઠી અસર પડી છે અને ટ્રેનો કલાકો સુધી મોડી પડે તેવી શક્યતા છે, હાલ તંત્રની સૂચના બાદ ટ્રેનોને ધીમી ધારે આગળ વધારવામાં આવી રહી છે.

App Store