Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Ajmer's ancient mudha industry in crisis: survival of traditional art threatened against modern furniture!

VIDEO: ANDARNI VAAT / અજમેરનો પ્રાચીન મૂઢા ઉદ્યોગ સંકટમાં: આધુનિક ફર્નિચર સામે પરંપરાગત કળાનું અસ્તિત્વ જોખમમાં!

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનની ઐતિહાસિક નગરી અજમેરનો પરંપરાગત મૂઢા એટલે કે હસ્તકળાથી બનતી વાંસ અને ઘાસની ખુરશીઓ બનાવવાનો ગૃહઉદ્યોગ હાલ બદલાતા બજાર અને આધુનિક યુગના પડકારો વચ્ચે પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યો છે. દાયકાઓથી ચાલી આવતી આ પરંપરાગત કળા સાથે અનેક કુટુંબો જોડાયેલા છે, પરંતુ પ્લાસ્ટિક અને ફાઇબરના સસ્તા ફર્નિચરના વધતા ચલણ તેમજ કાચા માલના ભાવવધારાને કારણે આ ગૃહઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. મૂઢા બનાવવાની આ પ્રક્રિયા અત્યંત મહેનત માંગી લે તેવી હોય છે. કારીગરો સરખંડા અને વાંસની સળીઓને હાથથી ગૂંથીને મજબૂત તેમજ આકર્ષક ખુરશીઓ અને ટેબલ તૈયાર કરે છે. આ ફર્નિચર પર્યાવરણને અનુકૂળ એટલે ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ, આજના પ્લાસ્ટિક યુગમાં લોકો આ પરંપરાગત વસ્તુઓથી દૂર થઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ સામે યોગ્ય વળતર ન મળતાં કારીગરો માટે રોજીરોટી કમાવવી મુશ્કેલ બની ગઈ છે.

App Store

સ્થાનિક કારીગરોના જણાવ્યા મુજબ, નવી પેઢી હવે આ મહેનત વાળા ઉદ્યોગમાં જોડાવા તૈયાર નથી. કાચો માલ મોંઘો થવો અને બજારમાં યોગ્ય ભાવ ન મળવાને કારણે આ હસ્તકળા ધીમે ધીમે વિલુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. આ પરંપરાગત ઉદ્યોગ અને કારીગરોને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન, આર્થિક સહાય અને નવીનતમ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિકો અપીલ કરી રહ્યા છે, જેથી આ પ્રાચીન કળાને નવજીવન મળી શકે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News