Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Rudra form of Megharaja in Haridwar: Dharmanagar water bombardment in the morning rain!

VIDEO: VIDEO: ANDARNI VAAT / હરિદ્વારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સવારના વરસાદમાં જ ધર્મનગરી જળબંબાકાર!

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના પવિત્ર ધામ હરિદ્વારમાં વહેલી સવારથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિદ્વારના પ્રમુખ માર્ગો અને હર કી પૌડી તરફ જતા રસ્તાઓ પર પાણી ફરી વળવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને સુરક્ષિત સ્થળે લઈ જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, શહેરમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા પણ સર્જાઈ હતી. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું છે.

App Store

ચોમાસા પૂર્વેની નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન સફાઈની કામગીરી પર આ વરસાદે પાણી ફેરવી દીધું છે અને તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ડ્રેનેજ લાઈનોની યોગ્ય સફાઈ ન થવાને કારણે થોડા જ સમયના વરસાદમાં આખી નગરી બેટમાં ફેરવાઈ જાય છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને પગલે જિલ્લા પ્રશાસને ઈમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર મૂકી છે. યાત્રાળુઓ અને સ્થાનિકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News