Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : The prices of fodder and grains skyrocket as the calamity rains on cattle ranchers in Panchmahal!

VIDEO: પંચમહાલમાં પશુપાલકો પર આફત વરસાદ ખેંચાતાં ઘાસચારો અને દાણના ભાવ આસમાને!

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલમાં પશુપાલકો પર આફત

App Store

વરસાદ ખેંચાતાં ઘાસચારો અને દાણના ભાવ આસમાને!

પશુપાલન વ્યવસાય અશક્ય બનતા ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો!

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતાં જ ખેતીની સાથે સાથે પશુપાલન વ્યવસાય પર પણ ગંભીર સંકટના વાદળો ઘેરાયા છે. વરસાદ ખેંચાવાના કારણે જિલ્લાભરમાં લીલા અને સૂકા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. વરસાદના અભાવે ખેતરોમાં ઘાસચારો ઉગી શક્યો નથી, જેના કારણે પશુપાલકોને પોતાના પશુધનને બચાવવા માટે બહારથી મોંઘા ભાવે ચારો ખરીદવાની નોબત આવી છે. ચરિયાણ અને ઘાસચારાની અછત વચ્ચે ઘાસ, ખાણ-દાણ અને ભૂસાના ભાવમાં સતત અને કમરતોડ વધારો થઈ રહ્યો છે. પશુઓના દૈનિક નિભાવ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે, પરંતુ તેની સામે ડેરીઓ અને વેપારીઓ દ્વારા દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી. પરિણામે પશુપાલન ચલાવવું આર્થિક રીતે અત્યંત અશક્ય બની ગયું છે. વધતા ખર્ચ અને ઘટેલી આવકના કારણે પશુપાલકો માથે આર્થિક બોજ સતત વધી રહ્યો છે.

પંચમહાલ જીલ્લામાં ઘાસચારાની સર્જાઈ ભારે અછત

દૂધના પોષણક્ષમ ભાવ આપવા પશુપાલકોની સરકાર સામે માગ!

ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામ સહિત સમગ્ર પંચમહાલના પશુપાલકો અને ખેડૂતોમાં આ પરિસ્થિતિને લઈને ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક પશુપાલકોનું કહેવું છે કે, મોંઘા ભાવનું દાણ અને ઘાસ ખરીદીને પશુઓનો ઉછેર કરવા છતાં તેમને દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ પરિસ્થિતિ જો આવી જ રહેશે તો આગામી દિવસોમાં પશુપાલનનો વ્યવસાય સંપૂર્ણપણે ભાંગી પડશે. સ્થાનિક પશુપાલકોએ ડેરી સત્તાધીશો અને સરકાર પાસે દૂધના ખરીદ ભાવમાં તાત્કાલિક વધારો કરીને પોષણક્ષમ ભાવ આપવાની આકરી માગ કરી છે. આ ઉપરાંત, પશુપાલકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે રાહત દરે ખાણ-દાણ અને ઘાસચારો પૂરો પાડવા માટે વહીવટીતંત્ર દ્વારા તાકીદે નિર્ણયો લેવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News