Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Allegedly pending claim of 16 thousand forest land in Panchmahal

VIDEO: પંચમહાલમાં 16 હજાર જંગલ જમીનના દાવા પડતર હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લામાં જંગલ જમીનના હજારો દાવાઓ પડતર હોવાના આક્ષેપ સાથે એકલવ્ય સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સંગઠનના જણાવ્યા મુજબ 21 હજાર જેટલા દાવાઓમાંથી આશરે 16 હજાર દાવાઓ હજુ સુધી પડતર છે અને તેના ઝડપી નિકાલની માંગ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા કાયદાનો ભંગ કરી ખેડૂતોને જમીન પરથી હટાવી બળજબરીથી પ્લાન્ટેશન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. દાવાઓ નામંજૂર કરવાની પ્રક્રિયામાં ગેરરીતિ, સંકલનનો અભાવ અને રદ્દ કરાયેલા દાવાઓની નોટિસ ખેડૂતોને સમયસર ન મળતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટની માર્ગદર્શિકાનો ભંગ કરી સેટેલાઇટ ઇમેજરીના આધારે દાવાઓની ખરાઇ કરીને રદ્દ કરાતા હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

App Store