VIDEO: પંચમહાલમાં મહિલા પોલીસકર્મી પર પતિનો હુમલો
સોર્સ : gstv
ગોધરા પોલીસ હેડક્વાર્ટરના સરકારી ક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મી પર પતિએ ધારિયાથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પતિના હુમલામાં હાથની આંગળી કપાઈ જતાં મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આરોપી પતિ વિરુદ્ધ ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

