Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Orange alert for heavy rain in Panchmahal, Pavagadh steps will be closed during heavy rain

VIDEO: પંચમહાલમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદ દરમિયાન પાવાગઢના પગથિયા રહેશે બંધ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ  શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર સ્ટેન્ડ બાય મોડ પર છે, જેમાં SDRFની 2 અને NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે અને જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાશે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રાખી તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારે વરસાદ ચાલુ રહેશે તો પાવાગઢના પગથિયાં તાત્કાલિક બંધ કરાશે. કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને અપીલ કરી છે કે વહેતા પાણીમાં વાહન ન ચલાવો અને બિનજરૂરી બહાર ન નીકળો.

App Store