VIDEO: પંચમહાલમાં વિદેશ મોકલવાના બહાને લાખોની ઠગાઈ: મોરડુંગરાના શખ્સની ધરપકડ
સોર્સ : GSTV
પંચમહાલ જિલ્લામાં વિદેશ મોકલવાના સપના બતાવી લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકાના ૧૨ જેટલા લોકોને વિદેશ મોકલવાના બહાને અંદાજે ₹૧૮ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે પોલીસે મોરડુંગરા ગામના કલ્પેશભાઈ પટેલીયા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

