Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : The chaotic administration of crores of government spending in Dhoraji kept the new vegetable market eating dust for seven years!

VIDEO: ધોરાજીમાં કરોડોના સરકારી ખર્ચનું અંધાધૂંધ વહીવટ નવી શાકમાર્કેટ સાત વર્ષ સુધી ધૂળ ખાતી રહી!

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોરાજીમાં કરોડોના સરકારી ખર્ચનું અંધાધૂંધ વહીવટ

App Store

નવી શાકમાર્કેટ સાત વર્ષ સુધી ધૂળ ખાતી રહી!

વેપારીઓ ખુલ્લામાં પડદા બાંધી વેપાર કરવા મજબૂર

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા અને તંત્રની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. શાકભાજીના વેપારીઓ અને સ્થાનિક ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી કરોડોના ખર્ચે નિર્માણ પામેલી નવી શાકભાજી માર્કેટનું બિલ્ડિંગ છેલ્લા ૬ થી ૭ વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં, લોકાર્પણ અને દુકાનોની સોંપણીના અભાવે આ કરોડો રૂપિયાની સરકારી મિલકત આજે બિનઉપયોગી બનીને પડી રહી છે.સ્થાનિક વેપારીઓ મહેશ મકવાણા અને મકબૂલ ગરાણાના જણાવ્યા મુજબ, નવી માર્કેટ તૈયાર હોવા છતાં તેઓ આજે પણ ખુલ્લા ગ્રાઉન્ડમાં તડકા-વરસાદ વચ્ચે પડદા બાંધીને વેપાર કરવા મજબૂર બન્યા છે. વર્ષોથી બંધ પડેલા આ માર્કેટ બિલ્ડિંગમાં હવે અંદર અને બહાર ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે તેમજ રખડતા પશુઓનો અડ્ડો બની ગયું છે. ચોમાસા અને ઉનાળામાં ખુલ્લામાં બેસવું પડતાં વેપારીઓ સહિત ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કરોડોનું બિલ્ડિંગ બન્યું પશુઓ અને ગંદકીનો અડ્ડો!

નગરપાલિકાના ભાડાના વિવાદમાં અટવાઈ દુકાનો

પ્રશાસનની બેદરકારીથી ગ્રાહકો અને વેપારીઓ પરેશાન!

બીજી તરફ, આ સળગતા મામલે રાજકીય સ્તરેથી પણ વહીવટી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે. ધોરાજી ભાજપ અગ્રણી જયસુખ ઠેસીયાએ ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું કે, નગરપાલિકા દ્વારા દુકાનોનું જે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું તે વેપારીઓને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી સોંપણીની પ્રક્રિયા અટવાઈ પડી છે. ભાડાના વિવાદ અંગે સાંસદ અને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી છે, જેથી આ મડાગાંઠ ઉકેલાય અને માર્કેટનો સત્વરે પ્રારંભ થઈ શકે.તંત્રના અણઘડ આયોજનના કારણે પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. કરોડોના ખર્ચે બનેલું માર્કેટ શાકભાજી વેચવા માટે છે કે ગંદકી ફેલાવવા માટે, તેવો તીખો સવાલ હવે ધોરાજીની જનતા પૂછી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે અને વર્ષોથી અટવાયેલી આ દુકાનોની સોંપણી કરીને વેપારીઓ તથા ગ્રાહકોને રાહત પહોંચાડે છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News