VIDEO: ધોરાજીમાં યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીના જયેશ વિંઝુડા નામના યુવકના મોત મામલે હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના ભાઈના આક્ષેપ મુજબ, ધોરાજીથી જૂનાગઢ તરફ બાઈક પર જતા સમયે તોરણીયા પાટિયા પાસે ઓવરટેક કરવા બાબતે અજાણ્યા શખ્સોએ જયેશને માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ થતાં જયેશનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ દરમિયાન બાઈક પર સવાર રાજ વિંઝુડાને પણ અજાણ્યા બાઈકસવારોએ માર માર્યો હોવાનો આક્ષેપ છે. બનાવ જૂનાગઢ પોલીસની હદમાં હોવાથી પોલીસને જાણ કરાઈ છે અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

