VIDEO: ધોરાજીમાં વાયરલ રોગચાળો વકર્યો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં વાયરલ રોગચાળાને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત માસમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કુલ 30,248 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે હાલ પણ રોજની ઓપીડીમાં અંદાજે 1000 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. વહેલી સવારથી જ કેશ બારી અને ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તાવ, ઉધરસ, શરદી અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓથી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ તંત્ર દ્વારા 24 કલાક ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા-ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

