VIDEO: ધોરાજીમાં અવિરત વરસાદી માહોલ, મગફળી-કપાસ સહિતના પાકને નુકસાનીની ચિંતા
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ધોરાજીમાં પણ પાંચ દિવસના વિરામ બાદ મોડી સાંજે મેઘરાજાએ જમાવટ કરી.. શહેરના ત્રણ દરવાજા, પોસ્ટ ઓફિસ ચોક, ઉપલેટા રોડ, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો. અગાઉ વરસાદની અછત હતી પરંતુ પાછળથી સતત વરસાદી માહોલથી કપાસ, મગફળી અને સોયાબિનના પાકને નુકસાનીની ચિંતા ઉભી થઈ છે.

