VIDEO: ચિત્રકૂટમાં મંદાકિનીનો પ્રકોપ
ચિત્રકૂટમાં મંદાકિનીનો પ્રકોપ
મંદાકિનીના રૌદ્ર રૂપથી ધાર્મિક સ્થળો પાણીમાં ગરકાવ, શ્રદ્ધાળુઓ અટવાયા
ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ ચિત્રકૂટમાં મંદાકિની નદીના રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મંદાકિની નદીના સતત વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારો અને ઘાટો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના પાણી મંદિરોના પરિસરમાં ઘૂસી જતાં સ્થાનિક રહાશો અને શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રચંડ પૂરમાં માર્ગો અને પુલ ધોવાયા, યાત્રાધામમાં અફરાતફરી!
ઘાટો અને મંદિરોમાં ઘૂસ્યા પૂરના પાણી, તંત્ર દ્વારા હાઈ એલર્ટ
પૂરના કારણે યાત્રાધામના મુખ્ય માર્ગો અને સંપર્ક સેતુઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચિત્રકૂટના પ્રસિદ્ધ હનુમાન ધારા મંદિર તરફ જતો મુખ્ય પુલ પૂરના પ્રચંડ પ્રવાહમાં ક્ષતિગ્રસ્ત થતાં વાહનવ્યવહાર અને પદયાત્રા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અનેક ઐતિહાસિક અને ધાર્મિક મંદિરો પાણીથી ઘેરાઈ ગયા છે, જેના કારણે દૂરાસુરેથી આવતા શ્રદ્ધાળુઓ અટવાયા છે અને સ્થાનિક વહીવટીતંત્રે સુરક્ષાના ભાગરૂપે તમામ ઘાટો પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

