Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rudra form of Mandakini river in Chitrakoot

VIDEO: ચિત્રકૂટમાં મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં ભારે વરસાદ બાદ મંદાકિની નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીનું જળસ્તર વધતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. પૂરનાં પાણીના કારણે હજારો દુકાનો અને મકાનો અસરગ્રસ્ત થયા છે. પાણી ભરાવાથી વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધતાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. ઘટનાના દૃશ્યોમાં મંદાકિની નદીનો વધેલો પ્રવાહ અને પાણીમાં ઘેરાયેલા વિસ્તારો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસવાની આશંકા વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્ત લોકોને જરૂરી સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News