Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Madhya Pradesh's Riwa has become dire due to heavy floods!

VIDEO: મધ્યપ્રદેશના રિવામાં ભારે પુરથી સ્થિતિ બની વિકટ!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના રીવા શહેરમાં રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અડધું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાત્રે થોડા જ કલાકોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં બેટમાં ફરવાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધારે ગંભીર બની હતી. રિવાના અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. નીચાળવાળા વિસ્તારમાં નદીની જેમ ઘસમસતા પાણી વહેવા લાગ્યા હતા રિવાના નિશાણવાળા ભાગમાં અનેક લોકો ફસાયા હતા. આ લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે SDRFની ટીમ દ્રારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં 15 જેટલી ટીમ દ્રારા આ લોકોને બેટમાં બેસાડીને બહાર કઢવામાં આવ્યા હતા. એસડીઆરએફ દ્રારા માતા સાથે નાના બાળકનું સફળ રેસ્કયુ કરીને બહાર કઢાયા હતા. રીવાના મ્યુનિસિપલ કમિશનર અક્ષત જૈને જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રાત્રે અચાનક ભારે વરસાદ પડતા આ સ્થિતિ સર્જાય હતી. એસડીઆરએફ અને અન્ય ટીમ દ્રારા રેસ્ક્યૂ તથા રાહત કામગીરી કરવામાં આવી છે.

App Store

રિવામાં રાત્રે અચાનક પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટી અને રહેઠાણ વિસ્તાર જળબંબાકાર બની ગયા હતા. ઉપરવાસનું પાણી શહેરમાં આવતા શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરમાં પાણી ભરાવા પાછળ રીવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્પીકર વેંકટેશ પાંડેએ જણાવ્યું હતું કે બાંધકામને કારણે અનેક નાળામાં બુરાઇ ગયા છે. પાણીના રસ્તા બંધ થઇ ગયા છે. આ કારણે શહેરમાં પાણી ભરાયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અચાનક ભારે વરસાદને કારણે સોસાયટીમાં બેથી ચાર ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. નીચે પહેલી ઘરવખરી વગડી ગઇ હતી.

છેલ્લા કેટલાક સમયથી ભારતના અનેક ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે વરસાદની નવી પેટન્ટ જોવા મળી છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં એક સાથે પડે છે. આ કારણે ભારે પુર અને પાણી ભરાવાની સ્થિતિ પેદા થાય છે...

--------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News