Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : There is a huge uproar in the BJP over the distribution of tickets for the by-election in Madhya Pradesh's Datia

VIDEO: મધ્યપ્રદેશના દતિયામાં પેટાચૂંટણીની ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ભારે ભડકો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના દતિયામાં પેટાચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારના નામ સામે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ કાર્યકરોએ એકઠા થઈને પક્ષના હાઈકમાન્ડના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોનો આક્ષેપ છે કે સ્થાનિક અને પાયાના સનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. કાર્યકરોએ પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક ઉમેદવાર બદલવાની માંગ કરી છે, અન્યથા ચૂંટણીમાં પક્ષને મોટું નુકસાન વેઠવાની ચીમકી આપી છે. મતદાન નજીક છે ત્યારે ભાજપમાં આ આંતરિક બળવો હાઈકમાન્ડ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ આંતરિક વિખવાદને કેવી રીતે શાંત પાડે છે.

App Store