Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A commotion over Friday prayers at a Bhojshala in Madhya Pradesh's Dhar district

VIDEO: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાલામાં શુક્રવારની નમાજ અંગે હલચલ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદાસ્પદ ભોજશાલા પરિસરમાં સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ મુસ્લિમ પક્ષ દ્વારા શુક્રવારની નમાજ પઢવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર્ટે શુક્રવારની નમાજ માટે વચગાળાની જગ્યા ફાળવવાનો નિર્દેશ આપ્યો છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામે આવેલા વહેલી સવારના દ્રશ્યોમાં પરિસરની આસપાસ પોલીસ કાફલો તૈનાત જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભોજશાલા મુક્તિ યજ્ઞના સંયોજક ગોપાલ શર્માએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે, પરંતુ હિન્દુ પક્ષ પોતાના હકો માટે કાયદાકીય લડત ચાલુ રાખશે. સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રશાસન સતત દેખરેખ રાખી રહ્યું છે.

App Store