Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Farms Became Banjars, Crops Destroyed Black Business of Chemical Contaminated Water in Dholka

VIDEO: ખેતરો બન્યા બંજર, પાક થયો નષ્ટ ધોળકામાં કેમિકલયુક્ત પાણીનો કાળો કારોબાર

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેતરો બન્યા બંજર, પાક થયો નષ્ટ

App Store

ધોળકામાં કેમિકલયુક્ત પાણીનો કાળો કારોબાર

કોનકર્ડ કંપનીની બેદરકારીથી ખેડૂતો પરેશાન!

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ત્રાસદ રોડ પર ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત દૂષિત પાણીના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલી કોનકર્ડ કંપની દ્વારા પોતાની પાછળની દીવાલ નીચેથી સતત ઝેરી પાણી ખુલ્લામાં વહાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આ કેમિકલયુક્ત પાણીના લીક થવાના અને ખેતરોમાં ભરાવાના લાઇવ દ્રશ્યો પણ મીડિયા સમક્ષ રજૂ કરીને કંપનીની બેદરકારી ખુલ્લી પાડી છે.છેલ્લા દોઢ વર્ષથી ચાલતી આ ગંભીર સમસ્યાના કારણે સ્થાનિક ખેડૂતોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. દૂષિત અને ઝેરી પાણી ખેતરોમાં ફરી વળતાં ફળદ્રુપ જમીન ધીમે ધીમે બંજર બની રહી છે અને ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. માત્ર પાક જ નહીં પરંતુ ખેતરોમાં જતી વખતે આ કેમિકલવાળા પાણીના સંપર્કમાં આવવાથી ખેડૂતોને પગમાં અસહ્ય બળતરા થવી તેમજ ચામડીના ગંભીર રોગો થવાની ફરિયાદો ઉઠી રહી છે.

દૂષિત પાણીથી ખેડૂતોને ચામડીના રોગો અને પગમાં બળતરા!

કેમિકલ લીકેજના લાઈવ પુરાવા સામે આવ્યા છતાં GPCB મૌન!

કાગળ પર રજૂઆતો છતાં તંત્ર ક્યારે જાગશે અને કાર્યવાહી કરશે?

સ્થાનિક ખેડૂતોએ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં જવાબદાર સરકારી તંત્ર મૌન સેવીને બેસી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે ફેક્ટરી સંચાલકોને મોકળું મેદાન મળી ગયું છે અને તેઓ બેફામ બનીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.જીએસટીવીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન જ્યારે આ અંગે કંપનીના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ટૂંક સમયમાં તપાસ કરીને દૂષિત પાણી બંધ કરવાનું માત્ર પોકળ આશ્વાસન આપ્યું હતું. ખેડૂતો હવે આરપારના મૂડમાં છે અને જો તાત્કાલિક ધોરણે આ કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે અને કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News