Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Farmers worried about crops due to waterlogged fields

VIDEO: ખેતરોમાં ભરાયેલા પાણીથી પાક પર સંકટ, ખેડૂતો ચિંતામાં

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગ્લોટ, મનુબર અને કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે અને ફ્રેઇટ કોરિડોરના કામના કારણે કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે. પાણી ભરાવાથી કપાસ, તુવેર અને મગ સહિતના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી રાહત આપવા માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે પાણી નહીં ઉતરે તો પાક બરબાદ થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

App Store