VIDEO: ભરૂચના લુવારામાં ૫૦૦ એકર જમીન પાણીમાં ગરકાવ: વરસાદ બંધ થયાને એક મહિનો છતાં ખેતરોમાં ભરાયા છે કેડસમા પાણી
સોર્સ : gstv
ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ૫૦૦ એકરથી વધુ જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીત્યો છતાં ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી કરી શક્યા નથી. નેશનલ હાઈવે પર નવા બ્રિજની કામગીરી દરમિયાન જૂની ગટર પુરાઈ જવાથી અને નવી ગટર ઊંચી બનાવાવાથી આ સમસ્યા સર્જાઈ છે. ખેડૂતો બે સિઝનના પાકથી વંચિત રહેવાની ભીતિ સેવી રહ્યા છે. દરમિયાન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી વહેલી તકે સમસ્યાના નિવારણની ખાતરી આપી છે.

