VIDEO: ભરૂચના ધોળીકુઈ બજારમાં નશામાં ધૂત કારચાલકે લોકોને અડફેટે લેતાં ચાર ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવવાના આક્ષેપ સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. મહાદેવ મંદિર નજીક કારચાલકે બેફામ કાર હંકારી અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહનોને પણ નુકસાન થયું છે. ઇજાગ્રસ્તોના આક્ષેપ મુજબ કારચાલક નશાની હાલતમાં હતો. કારચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

