Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A huge crowd of devotees thronged the ancient Shitla Mata temple in Zadeshwar, Bharuch.

VIDEO: ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રાચીન શીતળા માતા મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની ભારે શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. શહેર તેમ જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. ધાર્મિક પરંપરા મુજબ મહિલાઓએ આજે ચૂલો પ્રગટાવ્યા વિના એક દિવસ પહેલાં બનાવેલું ટાઢું ભોજન ગ્રહણ કર્યું હતું. આ સાથે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી પરિવરાજનના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ યાચ્યા હતા.

App Store