VIDEO: GSPL ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનો ભારે વિરોધ, વાવણીના સમયે ખેતરો છાવણીમાં ફેરવાયા
વાવણીના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેતરો છાવણીમાં ફેરવાયા છે... GSPL કંપનીની ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો હવે વધુ ઉગ્ર બન્યા છે,,,જામ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ, મોટા માંઢા , દાંતા સહિતના ગામોના ખેડૂતો GSPL ની ગેસ પાઈપલાઈનની કામગીરી બંધ કરાવી દીધી છે અને ખેડૂતો કંપનીની કામગીરીના વિરોધમાં ખેતરમાં જ છાવણી નાખી આંદોલન ઉતરી ગયા..કંપની દ્વારા 30 જેટલા ગામોમાં ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. વડાલીયા સિંહણ, મોટા માંઢા, દાંતા ગામના ખેતરોમાં યોગ્ય સર્વે કર્યા વગર, તેમજ યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીનને નુકસાન પહોંચાડવામા આવ્યું...ખેડૂતોએ કહ્યું કે યોગ્ય કાર્યવાહી અને વળતર બાદ જ કામ શરૂ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં.. માર્કેટ ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને પાઈપલાઈનની કામગીરીથી ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. પાક, જમીન, બોર, કૂવા સહિતની મિલકતોના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને અસરગ્રસ્ત ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ગેસ પાઈપલાઈનની કામગીરી બંધ રાખવામાંનો હુંકાર ભર્યો છે...

