Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Bamboo school still operational in Dhemaji even after decades of independence!

VIDEO: ધેમાજીમાં આઝાદીના દાયકાઓ પછી પણ વાંસની શાળા કાર્યરત!

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધેમાજીમાં આઝાદીના દાયકાઓ પછી પણ વાંસની શાળા કાર્યરત!

App Store

વાંસની શાળામાં માસુમ બાળકોનું ભવિષ્ય ધુંધળું!

ચોમાસામાં ટપકતી છત અને ઝૂંપડી જેવા વર્ગખંડો

આસામના ધેમાજી જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાની કફોડી સ્થિતિ છતી કરતાં ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં સરકારી પ્રાથમિક શાળાઓમાં પાયાની સુવિધાઓના અભાવે નાના-નાના માસુમ બાળકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધેમાજીના બેરા મજગામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પાકી બિલ્ડિંગ પણ ન હોવાથી, માસુમ બાળકો વાંસના કાચા છાપરા અને ઝૂંપડી જેવી અસ્થાયી ઈમારતમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે, જ્યાં ચોમાસા દરમિયાન વાંસની ઈમારતમાંથી પાણી ટપકે છે અને પવનની થાપટો સામે રક્ષણ મેળવવું મુશ્કેલ બની જાય છે. વર્ગખંડોમાં પૂરતી બેંચો, પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ઘોર અભાવ છે. દૈનિક ધોરણે જોખમી અને જર્જરિત માળખા હેઠળ બેસીને શિક્ષણ મેળવતાં માસુમ બાળકોના ભવિષ્ય સામે અનેક સવાલો ઊભા થયા છે..

આસામના બેરા મજગામમાં ઉજાગર થઈ કફોડી શિક્ષણ વ્યવસ્થા!

પાકી બિલ્ડિંગ વિના કેમ ભણશે દેશનું ભવિષ્ય?

ધેમાજીમાં જર્જરિત શાળા વચ્ચે બાળકો મજબૂર!

ઘટના અંગે બેરા મજગામ પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક સૂર્ય કુમાર મેચે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, વાંસની આ શાળામાં બાળકોને ભણાવવું અત્યંત પડકારજનક બની ગયું છે. ચોમાસામાં વરસાદી પાણી શાળામાં ભરાઈ જતાં બાળકોનું આરોગ્ય અને સુરક્ષા જોખમમાં મુકાય છે. તેમણે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી શાળા માટે પાકી ઈમારત મંજૂર કરવામાં આવી નથી. શિક્ષણ ક્ષેત્રે મોટા-મોટા દાવા કરતી સરકાર વચ્ચે ધેમાજીની આ શાળા સરકારી ઉદાસીનતાની ચાડી ખાતી નજરે પડે છે. સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં પણ શિક્ષણ વિભાગ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળા માટે પાકું મકાન બનાવવામાં આવે અને માસુમ બાળકોને ભયમુક્ત વાતાવરણમાં ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News