Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Villagers forced to walk 3 km for drinking water amid 45 degree heat

VIDEO : આઝાદીના દાયકાઓ પછી પણ આ સ્થિતિ? 45 ડિગ્રી ગરમી વચ્ચે પીવાના પાણી માટે ગ્રામજનો 3 કિમી દૂર ભટકવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉનાળાની કાળઝાળ ગરમીમાં દેશના અનેક ભાગમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં પન્ના જિલ્લામાં અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય રહી છે. એક તરફ 45 ડીગ્રી સુધી આગ ઓકતી ગરમી અને બીજી બાજુ પીવાના પાણીની સમસ્યા વચ્ચે ગ્રામિણ લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. પન્ના જિલ્લાના લલાર ગામમાં પીવાના પાણી માટે બેથી ત્રણ કીલો મીટર દૂર જવું પડે છે. બુલેંદખંડ વિસ્તારમા વિધ્યચલની ટેકરીઓમાં આવેલા લલાર ગામમાં મહિલાઓ માથે બેડા અને પ્લાસ્ટીકના કેરબા લઇને બેથી ત્રણ કીમી દૂર કુવા પર પાણી ભરવા જવું પડે છે. ગામમાં મધ્ય પ્રદેશ સરકાર દ્રારા હેંડ પંપ નાખવામાં આવ્યા છે પણ ઉનાળામાં આ હંડ પંપના તળ ઉંડા ઉતરી જાય છે. આ કારણે પંપમા પાણી આવતું બંધ થઇ જાય છે. લલાર ગામમાં ત્રણથી ચાર હેંડ પંપ છે પણ હાલ તમામ હેંડ પંપ પાણી વગરન છે. ઉનાળામાં ગામમાં આવેલા કુવા પણ ખાલી થઇ જાય છે. આ કુવો સાવ તળિયા ઝાટક દેખાઇ રહ્યો છે. લલાર ગામમાં આવેલા આવા ચારથી પાંચ કુવા પાણી વગરના છે. અત્યારે ગામનો પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત બેથી ત્રણ કીમી દૂર આવેલો કુવો છે. આ કુવામાંથી આખા ગામના લોકો પાણી ભરે છે. મહિલાઓ, છોકરીઓ અને પુરુષો બધા આ કુવે આવીને પાણી ભરી જાય છે. મહિલાઓ માંથે બેડા લઇ અને પુરુષો સાયકલ કે મોટરસાઇકલ લઇને પાણી ભરવા આવે છે. ગામ લોકોનું કહેવું છે કે ગામમાં આવેલા બધા જ હેંડ પંપ બંધ છે. કુવા પણ ખાલી છે. દર ઉનાળામાં અમારા ગામમાં પાણીના પાણીની તંગી સર્જાય છે. સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યાનું સમાધાન આવ્યું નથી. અમારો ગામ પહાડમાં આવેલું છે માટે સરકારે કાંઇ કરવું જોઇએ. પન્ના જિલ્લાના અધિકારી કહે છે કે લલાર સહિતના ગામમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા હોવાથી આ વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા રહે છે. ઉનાળામાં પાણીની તળ ઊંડા જતા હેંડ પંપ સુકાઇ જાય છે. મધ્ય પ્રદેશ જલ બોર્ડ દ્રારા લલાર ગામને સિંઘોરા બે જળ યોજનામાં સામેલ કર્યું છે અને ટુંક સમયમાં પાણીની સમસ્યાનું સમાધાન આવી જશે. વિધ્યચલ અને બુલેંદખંડ વિસ્તાર પહાડી વિસ્તાર છે. અહિયા અનેક ગામ ઉંચા પહાડો પર વસવાટ કરે છે. ઉનાળામાં પર્વતોના પેટાળમાં પાણી ખાલી થઇ જવાથી પીવાના પાણીની ગંભીર સ્થિતિ સર્જાય છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતના અનેક ગામડાઓમાં આજે પણ પીવાની પાણીની તંગી છે તે શરમજનક બાબત છે. 

App Store
ટોપિક્સ:gstv