Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : 5 dead, one woman still missing in flash flood waters in Nilambur, Kerala!

VIDEO: કેરળના નિલંબુરમાં ફ્લેશ ફ્લડથી તબાહી પૂરના પાણીમાં ૫ લોકોના મોત, એક મહિલા હજુ ગુમ!

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળના નિલંબુરમાં ફ્લેશ ફ્લડથી તબાહી

App Store

પૂરના પાણીમાં ૫ લોકોના મોત, એક મહિલા હજુ ગુમ!

કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલા નિલંબુર પંથકમાં ભયાનક આકસ્મિક પૂર ઓગળતાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂકના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે. ટીકે કોલોની વિસ્તારમાં થયેલી આ દુર્ઘટના બાદ એક મહિલા હજુ પણ ગુમ હોવાથી સ્થાનિક તંત્ર અને સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. પૂક્કોટ્ટુમ્પડમ અને ટીકે કોલોની વિસ્તારમાં સર્જાયેલી આ હોનારત બાદ બચાવ કામગીરી અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક સ્વયંસેવકોની સંયુક્ત ટીમો દ્વારા લાપતા મહિલાની શોધોખોળ માટે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મુસળધાર વરસાદ અને કાદવના કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ બચાવ ટુકડીઓ ખૂણેખૂણે તપાસ કરી રહી છે.

ટીકે કોલોની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!

પીડિત પરિવારોને અપાશે તમામ શક્ય સહાય અને રાહત!

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેરળના મહેસૂલ મંત્રીએ સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બનાવવાની અને આફતનો ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક ધોરણે તમામ શક્ય આર્થિક તથા તબીબી સહાય પહોંચાડવાની સૂચના આપી છે. આ સાથે જ પ્રભાવિત વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા કડક આદેશો અપાયા છે. નિલંબુર અને પૂક્કોટ્ટુમ્પડમથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં પૂરના ભયાનક વહેણ, શોધખોળ કરતી રેસ્ક્યૂ ટીમો અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર સમીક્ષા કરતા જોઈ શકાય છે. આકસ્મિક પૂરે સ્થાનિક જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. હાલમાં તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લાપતા મહિલાની શોધખોળ માટેનું મિશન ચાલુ રાખવામાં આવ્યું છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News