VIDEO: કેરળના મલપ્પુરમમાં 10 કરોડથી વધુની કિંમતનું MDMA જપ્ત, ત્રણ લોકોની ધરપકડ
સોર્સ : gstv
કેરળના મલપ્પુરમમાં પોલીસે નશાકારક પદાર્થો સામે મોટો સિકંજો કસ્યો છે. મલપ્પુરમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહત્વના ઓપરેશન દરમિયાન 10 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતનો ભારે માત્રામાં દ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાવતરામાં સામેલ પોલીસે કુલ 12 કિલો 794 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે. આ ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ લોકોની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ કરવામાં આવી છે.

