VIDEO: કેરળના ત્રિશૂરમાં હાઈવે પર કાર લૉરી સાથે અથડાતા આઠ વિદ્યાર્થીઓના મોત
સોર્સ : gstv
કેરળના ત્રિશૂર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં આઠ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના મોત થયા. કેપમંગલમ નજીક પનમપિકુન્નુ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુ રજિસ્ટ્રેશન ધરાવતી કાર ગુરુવાયુરથી કોડુંગલ્લૂર તરફ જઈ રહી હતી. દરમિયાન રસ્તા પર ચાલી રહેલા બાંધકામના કામને કારણે એક જ દિશામાં ઉભેલી ટ્રોલી સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં સાત વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વિદ્યાર્થીએ હોસ્પિટલ લઈ જતા માર્ગમાં દમ તોડ્યો હતો. કારનો કચ્ચરઘાણ થઈ જતા કેટલાક મૃતદેહો અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે તમામ મૃતદેહોને ત્રિશૂર મેડિકલ કોલેજના મૃતદેહગૃહમાં ખસેડી તપાસ શરૂ કરી છે.

