Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Zubeen Garg Death After Scuba Diving Accident

જાણીતા સિંગર ઝુબીનનું નિધન, સ્કૂબા ડાઇવિંગ દરમિયાન થઇ હતી ઇજા; અનેક ફિલ્મમાં ગાયા છે ગીત

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
જાણીતા સિંગર ઝુબીનનું નિધન, સ્કૂબા ડાઇવિંગ દરમિયાન થઇ હતી ઇજા; અનેક ફિલ્મમાં ગાયા છે ગીત
સોર્સ : X

આસામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર ઝુબીન ગર્ગ (Zubeen Garg)નું નિધન થયું છે. તે નોર્થ ઇર્સ્ટના એક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપુર ગયો હતો જ્યા સ્કૂબા ડાઇવિંગ દરમિયાન એક દર્દનાક દુર્ઘટના થઇ હતી. તે બાદ ઝુબીન ગર્ગને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

App Store

જાણીતા સિંગર ઝુબીન ગર્ગનું નિધન

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઝુબીનનું નિધન થયું છે. દુર્ઘટના બાદ હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો. નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં ઝુબીન પરફોર્મ કરવાનો હતો.

સ્કૂબા ડાઇવિંગ દરમિયાન થયો હતો અકસ્માત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્કૂબા ડાઇવિંગ દરમિયાન ઝુબીન દુર્ઘટનાગ્રસ્ત થયો હતો, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું.

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુબીન ગર્ગના નિધન પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

ઝુબીન 50થી વધુ ભાષામાં ગીત ગાઇ ચુક્યો છે
 
ઝુબીન ગર્ગ સિંગરની સાથે એક અભિનેતા અને લેખક પણ હતો. ઝુબીનનો જન્મ 18 નવેમ્બર 1972માં મેઘાલયમાં થયો હતો. અસમિયા ભાષા સિવાય ઝુબીન બંગાળી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ, મરાઠી, નેપાળી,ઓડિયા, સંસ્કૃત જેવી લગભગ 60 ભાષામાં ગીત ગાયા હતા. 

બોલિવૂડમાં પણ ગાયા હતા ગીત

કંગના રનૌત, ઇમરાન હાશ્મી અને શાઇની આહુજાની ફિલ્મ ગેન્ગસ્ટર માટે તેણે 'યા અલી' ગાયન ગાયુ હતું. ઝુબીનને લગભગ 12 રીતના મ્યુઝિક ઇંસ્ટ્ર્મેન્ટ વગાડતા આવડતા હતા. 1995માં ઝુબીન મુંબઇ આવ્યો હતો અને પોતાનો પ્રથમ ઇન્ડિપોપ આલ્મબ ચાંદની રાત લોન્ચ કર્યું હતું. ઝુબીને દિલ સે (1998), ડોલી સજા કે રખના (1998), ફિઝા (2000), કાંટે (2000) જેવી કેટલીક બોલિવૂડ ફિલ્મ માટે પણ ગાયન ગાયા હતા.

 

ટોપિક્સ:zubeen gargzubeen garg death