મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડ ડિરેક્ટર્સની મીટિંગમાં કરણ જોહર પર ભડકી ઝોયા અખ્તર, જાણો કારણ

બોલિવૂડમાં એક્ટ્રેસ કરતા એક્ટરને વધુ ફી ચૂકવવામાં આવે છે. તેમજ ફિ

બોલિવૂડ ડિરેક્ટર્સની મીટિંગમાં કરણ જોહર પર ભડકી ઝોયા અખ્તર, જાણો કારણ

બોલિવૂડમાં એક્ટ્રેસ કરતા એક્ટરને વધુ ફી ચૂકવવામાં આવે છે. તેમજ ફિલ્મોની સાથે કલાકારોની ફીમાં પણ વધારો થાય છે. પછી બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મ ન ચાલે તો તેનું નુકસાન ફિલ્મમેકર્સે ભોગવવાનું રહેતું હોય છે. 

કરણ જોહર પર ભડકી ઝોયા અખ્તર

તાજેતરમાં બોલિવૂડ ડિરેક્ટરોની એક રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરણ જોહરે કહ્યું હતું કે, મેલ એક્ટરની ફીમાં ફરી એકવાર ફેરફાર કરવાની જરૂર છે. આના પર ઝોયા અખ્તરે કરણ જોહરને ટકોર કરતા કહ્યું હતું કે, 'તેને ખબર નહીં પડે. પણ કરણ, તારે પૈસા આપવાનું બંધ કરવું પડશે, બસ.' ઝોયાની વાત સાંભળ્યા બાદ કરણે જવાબ આપ્યો કે, 'હવે મેં એક્ટર્સને ઊંચી ફી આપવાનું બંધ કરી દીધું છે. જ્યારે પણ કોઈ એક્ટર વધુ ફી માગે છે, ત્યારે હું તેને પૂછું છું કે, તમારી છેલ્લી બે ફિલ્મો કઈ છે અને તમે કેટલી ઓપનિંગ ફિલ્મો આપી છે. આ આધારે જ તમારી ફી નક્કી કરવામાં આવશે.'

ફિલ્મ 'કિલ'માં લીધો છે નવો એક્ટર

કરણે ‘કિલ’ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, ‘આ ફિલ્મમાં અમે એક નવો ચહેરો લીધો છે. આ એક એક્શન ફિલ્મ હતી અને તેની થીમ પણ ફિલ્મ જેવી જ હોવી જોઈએ. તેનું શૂટિંગ એક જ ટ્રેનમાં થવાનું હતું. તેમજ તમે આ ફિલ્મ અન્ય કોઈ પણ રીતે બનાવી શકો તેવું ન હતું. તેના કાસ્ટિંગ વિશે વાત કરતા કરણે કહ્યું કે, આ ફિલ્મના દરેક કલાકારે ફિલ્મના બજેટ જેટલા પૈસા લીધા છે.’

40 કરોડના બજેટમાં ફિલ્મ બની ‘કિલ’

ફિલ્મના બજેટ વિશે વાત કરતા કરણે જણાવ્યું કે ‘આ ફિલ્મ 40 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. હવે જો કોઈ તેની ફી ફિલ્મના બજેટ કરતા વધારે લે છે તો શું તે ગેરંટી આપશે કે 40 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ 120 કરોડ રૂપિયાની કમાણી કરશે? આની કોઈ ગેરંટી નથી. અમે આ ફિલ્મમાં એક નવા એક્ટરને કાસ્ટ કર્યો છે. હવે આપણે ફિલ્મો બનાવવા માટે આ કરવું પડશે.’

આ સમાચાર શેર કરો