મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

જ્યારે પિતા પાસે સોનાક્ષીનો હાથ માંગવા પહોંચ્યો ઝહીર... આવું હતું શત્રુઘ્ન સિન્હાનું રિએક્શન

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન પરિવારજનોની હાજરીમાં ધામધૂમથી પૂર્ણ થઈ ગયા છે. સોનાક

જ્યારે પિતા પાસે સોનાક્ષીનો હાથ માંગવા પહોંચ્યો ઝહીર... આવું હતું શત્રુઘ્ન સિન્હાનું રિએક્શન

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન પરિવારજનોની હાજરીમાં ધામધૂમથી પૂર્ણ થઈ ગયા છે. સોનાક્ષી અને ઝહિરના લગ્નની વાત આવી ત્યારથી સોશિયલ મીડિયાથી લઈને અનેક પ્રકારના સમાચાર આવ્યા હતા. આમ તો આ બંને 7 વર્ષથી રિલેશનશિપમાં હતા અને સોનાક્ષીએ ઘણી વખત ઈવેન્ટમાં આ બાબતે હિન્ટ આપી હતી કે તે ખુબ જ જલ્દી લગ્ન કરવા માંગે છે. 

માત્ર 25 દિવસમાં લગ્નનો પ્લાન કરાયો

હવે એક ઈન્ટરવ્યુમાં સોનાક્ષી અને ઝહીરે આ બાબહે ડિટેઈલમાં બતાવ્યું છે કે, સોનાક્ષીએ તેના પિતા શત્રુઘ્ન સિંહાને કહ્યું કે, તે લગ્ન કરવા માંગે છે ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી. ઝહીરે એ પણ જણાવ્યું છે કે જ્યારે તે સોનાક્ષીના પિતા પાસે તેનો હાથ માંગવા ગયો ત્યારે શું થયું હતું. સોનાક્ષીએ એ પણ જણાવ્યું કે લગ્ન માત્ર 25 દિવસમાં જ પ્લાન કરવામાં આવ્યા હતા. 

ઝહીરે શત્રુઘ્ન સાથે શું વાત કરી

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના જીવનના સુંદર તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. 7 વર્ષનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો છે. સોનાક્ષી અને ઝહીર હંમેશા લગ્ન પહેલા તેમના અફેર વિશે વાત કરવાથી બચતા હતા. હવે ઝહીર અને સોનાક્ષીએ જાહેરમાં વાત જણાવી છે કે, આ વાત શત્રુઘ્ન સિન્હાને કેવી રીતે કહેવામાં આવી. ઝહીર કહે છે, 'હું સોનાક્ષીના ઘરે તેના પિતાને મળવા ગયો ત્યારે ખૂબજ નવર્સ થયી ગયો હતો. કારણ કે મેં તેના પિતા સાથે પહેલાં ક્યારેય રૂબરૂ વાત કરી નહોતી. જ્યારે અમે વાત કરવાનું શરૂ કર્યું, ઘણી બધી બાબતો પર ચર્ચાઓ શરૂ થઈ અને એ પછી અમે મિત્રો જેવા બની ગયા. અલબત્ત મેં એ પણ કહ્યું હતું કે હું સોનાક્ષીને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગુ છું. મને ખબર છે કે તેમની ઈમેજ ડરાવનારી છે પરંતુ તે બહુ જ સાચા શાંત અને સરળ સ્વભાવના છે.  

સોનાક્ષીએ પિતાને પોતાના પ્રેમની વાત કેવી રીતે બતાવી 

સોનાક્ષી કહે છે, 'હું પણ મારા પિતાને અમારા પ્રેમ - રિલેશન વિશે વાત કરતા નર્વસ થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે પિતાનું શું રિએક્શન આવશે. મેં આ  બાબતે પિતા સાથે ખૂબ જ શાંત રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમને કહ્યું કે, તમને મારા લગ્નની ચિંતા નથી? મને તમે આ બાબતે ક્યારેય કંઈ પૂછતા નથી.' તો પિતાએ કહ્યું કે, મેં તારી મમ્મીને કીધું છે કે છોકરીને પૂછી લે જે. એ પછી મેં પિતાને કહ્યું કે, મારા જીવનમાં ઝહીર નામનો એક છોકરો છે. તો પિતાએ કહ્યું કે, 'હા, મેં પણ વાંચ્યું હતું. તમે લોકો બુદ્ધિશાળી છો, મિયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી?

સોનાક્ષી કહે છે, 'મને લાગ્યું કે, હું આટલા સમયથી ના બતાવી શકી. આ તો સાવ સરળ રહ્યું. મને સમજાયું કે મારા પિતા કેટલા સમજુ અને શાંત સ્વભાવના છે. તે અમારા સંબંધોને ખૂબ જ સપોર્ટ કરતા હતા.

આ સમાચાર શેર કરો