Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Yuzvendra Chahal spotted with Bigg Boss fame actress amid breakup rumors with RJ Mahvash

RJ Mahvash સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે બિગ બોસ ફેમ એક્ટ્રેસ સાથે સ્પોટ થયો Yuzvendra Chahal

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
RJ Mahvash સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે બિગ બોસ ફેમ એક્ટ્રેસ સાથે સ્પોટ થયો Yuzvendra Chahal
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અવારનવાર તેની પર્સનલ લાઈફ, ખાસ કરીને લવ લાઈફને લઈને ચર્ચમાં રહે છે. હાલમાં જ બ્રેકઅપની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર એક એક્ટ્રેસ અને ટીવી પર્સનાલિટી સાથે જોવા મળ્યો હતો, જેના પછી તેમના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

App Store

છૂટાછેડા પછી ક્રિકેટરનું નામ આરજે માહવશ સાથે જોડાયું હતું, પરંતુ તાજેતરમાં તેમના પણ બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. હવે આ બધાની વચ્ચે યુઝવેન્દ્ર બિગ બોસ ફેમ એક્ટ્રેસ સાથે સ્પોટ થયો છે. બંનેને સાથે જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બિગ બોસ સ્ટાર સાથે દેખાયો યુઝવેન્દ્ર

આરજે માહવશ સાથે બ્રેકઅપની અફવાઓ બાદ યુઝવેન્દ્ર ચહલ ગઈકાલે રાત્રે (શનિવારે) એક રેસ્ટોરન્ટની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે ટીવી પર્સનાલિટી અને બિગ બોસ ફેમ એક્ટ્રેસ શેફાલી બગ્ગા  પણ જોવા મળી હતી.

યુઝવેન્દ્રએ બ્લેક શર્ટ અને જીન્સ પહેર્યું હતું, જ્યારે શેફાલી બ્લેક ડ્રેસમાં સજ્જ હતી. જેવી યુઝી અને શેફાલી રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા, પેપરાઝીએ તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા. શેફાલી કેમેરા સામે થોડી અચકાતી અને બચતી જોવા મળી હતી. માસ્ક પહેરેલા યુઝી પેપ્સને પોઝ આપીને ત્યાંથી નીકળી ગયો હતો.

 યુઝવેન્દ્ર-શેફાલીના વીડિયો પર લોકોનું રિએક્શન

સોશિયલ મીડિયા પર જેવો યુઝવેન્દ્ર અને શેફાલી બગ્ગાનો વીડિયો સામે આવ્યો, તરત જ કોમેન્ટ બોક્સ અટકળોથી ભરાઈ ગયું. બંનેના ડેટિંગની ચર્ચાઓ થવા લાગી. એક યુઝરે પૂછ્યું, "શું તેઓ ડેટિંગ કરી રહ્યા છે?" બીજા એક યુઝરે લખ્યું, "છોકરાઓ ખૂબ જ ઝડપથી મૂવ ઓન કરે છે." કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.

fan

Yuzi

yuzivendra

Move on

સોશિયલ મીડિયા પર ભલે શેફાલી અને યુઝવેન્દ્રનું નામ જોડાઈ રહ્યું હોય, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કોણ છે શેફાલી બગ્ગા?

તમને જણાવી દઈએ કે શેફાલી બગ્ગા સલમાન ખાન હોસ્ટેડ બિગ બોસ સીઝન 13માં જોવા મળી હતી. તે જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને હોસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયન ફોલોઅર્સ છે.