'હું રડતો હતો અને ભીખ માંગતો હતો...' 40 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રહ્યો યુટ્યુબર, જણાવી આખી વાત
લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર અંકુશ બહુગુણાએ રવિવારે એક ખૂબ જ ડરામણા અનુભવ વિશે જણાવ્યું. તે

લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર અંકુશ બહુગુણાએ રવિવારે એક ખૂબ જ ડરામણા અનુભવ વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે તેને 40 કલાક સુધી સ્કેમર્સે બંધક બનાવી રાખ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેને 'ડિજિટલ અરેસ્ટ' કરવામાં આવ્યો હતો, જેના કારણે તે મિત્રો અને પરિવારજનોનો સંપર્ક ન કરી શક્યો અને તે ખૂબ જ માનસિક તણાવમાં રહ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર પૈસા જ નથી ગુમાવ્યા પરંતુ માનસિક રીતે પણ પરેશાન થયો હતો.
આ પણ વાંચો: એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો ઈરફાન ખાન, નસીબ બદલાયું અને બન્યો સુપરસ્ટાર
તેણે કહ્યું, 'છેલ્લા ત્રણ દિવસથી હું સોશિયલ મીડિયા અને દરેક જગ્યાએથી ગાયબ હતો કારણ કે કેટલાક સ્કેમર્સે મને બંધક બનાવી લીધો હતો. હું હજુ પણ આઘાતમાં છું. મેં મારા પૈસા ગુમાવ્યા છે. મેં મારું માનસિક સંતુલન ગુમાવ્યું છે. હું માની નથી શકતો કે મારી સાથે આવું બન્યું છે.
શરૂઆત કોલ સાથે થઈ
આ બધું એક ઓટોમેટેડ કોલથી શરૂ થયું જેમાં એક પેકેજ વિશે વાત થઈ. બહુગુણાએ મદદ માટે 'ઝીરો' દબાવ્યો, અને આ ભૂલથી તેની મુશ્કેલીઓ શરૂ થઈ. તેણે કહ્યું, 'આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.' આ કોલ પછી, તેણે કસ્ટમર સપોર્ટ સાથે વાત કરી, જેણે તેને કહ્યું કે ચીન મોકલવામાં આવતા ગેરકાયદેસર પદાર્થો ધરાવતું પેકેજ તેના નામ સાથે જોડાયેલું છે. પ્રતિનિધિએ ઇન્ફ્લુએન્સરને ધમકી આપી કે તેની વિરુદ્ધ અરેસ્ટડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
બહુગુણા ખૂબ જ નર્વસ થઈ ગયા અને કહ્યું કે તેને આ પેકેજ વિશે કોઈ જાણકારી નથી. પરંતુ પછી તેને કહેવામાં આવ્યું કે તેણે આ મામલો ઉકેલવા માટે પોલીસ સાથે વાત કરવી પડશે. ફ્રોડ કરનારે તેને સમજાવ્યું કેફોનથી જ જોડાઈ શકશે.
અધિકારી બનીને વીડિયો કોલ પર વાત કરી
વીડિયો કોલ પર અધિકારી બનીને બહુગુણાની પૂછપરછ શરૂ કરી અને તેના પર મની લોન્ડરિંગ, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ગંભીર ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. અધિકારીએ તેને ધમકી આપી અને કહ્યું કે જો તે સંપૂર્ણ સહકાર નહીં આપે તો તેની અટકાયત કરવામાં આવશે અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવશે. અધિકારીએ તેને કહ્યું કે તે હવે "સેલ્ફ-કસ્ટડી" માં છે, જેનો અર્થ છે કે તેણે 40 કલાક એકલા રહેવું પડશે.
કોઈનો સંપર્ક ન કરી શક્યો
બહુગુણાએ જણાવ્યું કે વીડિયો કોલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં લોકોએ પોતાનો પરિચય લો એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે આપ્યો હતો. "તેઓએ મને સંપૂર્ણપણે અલગ કરી દીધો હતો. હું કોઈનો સંપર્ક નહતો કરી શકતો, કોલ્સ નહતો ઉપાડી હ્કતો, મેસેજ પણ ચેક નહતો કરી શકતો. તેઓએ દાવો કર્યો હતો કે હું સેલ્ફ-કસ્ટડીમાં હતો, અને હું જે પણ કરું તેનો ઉપયોગ મારી વિરુદ્ધ થઈ શકે છે.
બધા ગેજેટ્સ બંધ કરાવ્યા
આગામી 40 કલાક સુધી, બહુગુણા ઠગ સાથે વીડિયો કોલ પર અટવાયેલા રહ્યો. તેણે તેના તમામ ગેજેટ્સ બંધ કરવા પડ્યા, અને સ્કેમર્સે તેના જીવનની દરેક વિગતો જાણી. તેણે તેના ફોન પર આવતા દરેક નોટિફિકેશન પણ બતાવવા પડતા હતા. જો તે કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી.
તેણે કહ્યું- 'હું રડી રહ્યો હતો'
બહુગુણાએ જણાવ્યું કે કેવી રીતે ફ્રોડ કરનારાઓએ તેની સાથે છેતરપિંડી કરી, તેની સંવેદનશીલ માહિતી મેળવી અને તેને ખોટા નાણાકીય વ્યવહારો કરવા દબાણ કર્યું. બહુગુણાએ કહ્યું, 'તેણે સારા અને ખરાબ પોલીસમેનની ભૂમિકા ભજવીને મને માનસિક રીતે પરેશાન કર્યો. હું રડી રહ્યો હતો, પરંતુ તેઓએ મને સતત 40 કલાક સુધી કોલ પર રાખ્યો. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો.'
વારંવાર ધરપકડની ધમકી આપતા હતા
તેણે કહ્યું, 'મને કોઈના ફોનનો જવાબ આપવાની મંજૂરી નહોતી. મને કોઈને મેસેજ કરવાની મંજૂરી નહોતી અને કોઈને ઘરમાં આવવા દેવાની પણ મંજૂરી નહોતી. તેઓએ મને ધમકી આપી હતી કે જો હું કોઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે તો તેઓ મારી ધરપકડ કરશે અને મેં જે લોકોનો સંપર્ક કર્યો છે તેમને પણ નુકસાન પહોંચાડશે.'
તેની સાથે સતત છેતરપિંડી કરવામાં આવી હતી. બહુગુણાને દરેક વસ્તુના સ્ક્રીનશોટ મોકલવાની સૂચના આપવામાં આવી હતી અને તેણે તેના મિત્રોને એમ કહેવાની સુચના આપી કે તે સુરક્ષિત છે અને બધું સામાન્ય છે. જ્યારે તેના મિત્રોએ તેનો સંપર્ક કર્યો, ત્યારે તેણે તેમને ખાતરી આપવી પડી કે તે વ્યસ્ત છે. તેણે કહ્યું, 'લોકો મને મેસેજ કરીને પૂછતા હતા કે શું કોઈ તેમને બંધક બનાવી રહ્યું છે. આ સામાન્ય વર્તન ન હતું.'
બહુગુણાએ કહ્યું, 'એક સમયે, સ્કેમર્સે મને હોટેલમાં જવાનો નિર્દેશ આપ્યો. હું ધ્રુજતો હતો, હું નર્વસ હતો, અને હું સતત વિચારતો હતો, શું થઈ રહ્યું છે? હું રડતો હતો અને તેમની સામે ભીખ માંગતો હતો.'
મિત્રોએ બચાવ્યો
40 કલાક પછી, જ્યારે તે તેના પરિવાર સાથે ફરીથી જોડાયો ત્યારે તેનું નસીબ બદલાઈ ગયું. 'મારી બહેન, મારા મિત્રો, તેઓ સતત મારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને અંતે, મેં તેમનો મેસેજ જોયો.' તેણે કહ્યું કે તેણે એક મેસેજ જોયો જેમાં લખ્યું હતું કે 'ડિજિટલ ધરપકડ' એ એક સામાન્ય છેતરપિંડી છે. તેણે કહ્યું, 'હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે એવા એવા મિત્રો છે જેમણે મારા વર્તનમાં ફેરફાર જોયા, ભલે હું તેમને 'હું ઠીક છું' એવા મેસેજ મોકલતો હતો. તેણે મારો જીવ બચાવ્યો. જો તેઓ મને શોધતા ન આવ્યા હોત, તો હું હજુ પણ તે સાયબર અરેસ્ટમાં ફસાઈ ગયો હોત અને મારા બધા પૈસા ગુમાવ્યા હોત.'
વીડિયો શેર કરીને તેણે ચેતવણી આપી હતી કે, 'એકવાર તમે આ સ્કેમમાં કંઈક વિશ્વાસ કરી લો, તો તેઓ તમારી સામે વધુ ખોટું બોલશે, અને તે વધુ ડરામણા હશે.' તેણે પોતાના ફોલોવર્સને સતર્ક રહેવા વિનંતી કરી. તેણે કહ્યું, 'મેં મારા પૈસા ગુમાવ્યા છે, મારી માનસિક શાંતિ છીનવાઈ ગઈ છે, અને મેં ઘણું બધું ગુમાવ્યું છે.' તેણે સ્વીકાર્યું, 'હું આ શેર કરી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે મેં જે કર્યું છે તેનો અનુભવ અન્ય કોઈ કરે. જો તમને આવા કોઈ કોલ આવે તો તરત જ તેની જાણ કરો અને સતર્ક રહો.'








