મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: પરિણીતિએ પહેર્યો પિંક બોડી કોન ડ્રેસ તો ફેન્સે કહ્યું- 'બાર્બી ડોલ જેવી લાગી રહી છે'

પરિણીતિ તાજેતરમાં ઈમ્તિયાઝ અલીની ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળી હતી. આ

VIDEO: પરિણીતિએ પહેર્યો પિંક બોડી કોન ડ્રેસ તો ફેન્સે કહ્યું- 'બાર્બી ડોલ જેવી લાગી રહી છે'

પરિણીતિ તાજેતરમાં ઈમ્તિયાઝ અલીની ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંઝ પણ હતો. પરિણીતિ ચોપરા ગુરુવારે મુંબઈમાં જોવા મળી હતી. હંમેશની જેમ આ વખતે પણ તે એકદમ ફ્રેશ લાગી રહી હતી. શૂટિંગ દરમિયાન પરિણીતીએ પિંક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે એકદમ બાર્બી ડોલ જેવી દેખાતી હતી. પરિણીતિએ પોતાનો લુક મિનિમલ રાખ્યો હતો. તે એથનિક આઉટફિટ પહેરે કે સ્લીક પેન્ટસૂટ, તે દરેક લુકને સારી રીતે કેરી કરે છે. તો ચાલો જાણીએ પરિણીતીના આ લુકમાં શું ખાસ હતું.

હોટ પિંક શેડ

પરિણીતિનો બોડી હગિંગ ડ્રેસ હોટ પિંક શેડનો હતો. તેની ઑફ-શોલ્ડર નેકલાઇન અને ટ્રેન્ડી રેપ ડિઝાઇને ખૂબ જ આકર્ષક લુક આપ્યો હતો. બોડીકોન ફીટિંગ ડ્રેસ તેના ફિગરને સંપૂર્ણ રીતે હાઇલાઇટ કરે છે. આ ડ્રેસ તેના કર્વ્સને એલિગન્ટ લુક આપે છે. ની લેન્થ હેમલાઇનવાળા આ આઉટફિટે પરિણીતિને કૂલ લુક આપ્યો હતો.

એક્સેસરીઝ અને મેકઅપ

પરિણીતિએ એક્સેસરીઝ માટે મિનિમલ લુક રાખ્યો હતો જેથી તેનો ડ્રેસ હાઇલાઇટ થાય. તેણે ડ્રેસ સાથે સિલ્વર હૂપ ઇયરિંગ્સ અને ન્યૂડ સ્ટીલેટો હીલ્સ પહેરી હતી. પરિણીતિનો મેકઅપ પણ ન્યૂનતમ હતો જેમાં ન્યૂડ આઈશેડો, મસ્કરા-કોટેડ લેશ, ડિફાઈન્ડ બ્રાઉઝ, બ્લશ, ગ્લોઈંગ હાઈલાઈટર અને સોફ્ટ ન્યૂડ લિપસ્ટિકનો સમાવેશ થાય છે. પરિણીતિના વાળમાં સોફ્ટ કર્લ્સ હતા જે સાઇડ પાર્ટેડ હતા અને તેના ખભાથી નીચે સુંદર રીતે લટકતા હતા.

લોકોએ કર્યા વખાણ

સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર થયા બાદ તેના ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું 'ખૂબ સુંદર' જ્યારે બીજાએ લખ્યું 'તમે બાર્બી જેવી લાગી રહી છે'.

આ સમાચાર શેર કરો