શું 'Dhurandhar 2' બ્લોકબસ્ટર બનશે? યામી ગૌતમની પ્રતિક્રિયાએ વધારી અપેક્ષા, આદિત્ય ધર માટે કહી મોટી વાત

2025માં આવેલી ફિલ્મ 'હક' માં છેલ્લે જોવા મળેલી યામી ગૌતમે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેણે 'ધુરંધર 2' રિલીઝ થાય તે પહેલા જ જોઈ લીધી છે, ફિલ્મનું સત્તાવાર નામ 'ધુરંધર: ધ રીવેન્જ' છે. તે યામીના પતિ આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે અને યશની 'ટોક્સિક' સાથે ટકરાશે, જેને વર્ષની સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર માનવામાં આવી રહી છે. 'ધુરંધર 2' માં યામીનો કેમિયો હોવાની પણ અટકળો ચાલી રહી છે. આ દરમિયાન તેણે ફિલ્મ જોયા પછી પોતાની પહેલી પ્રતિક્રિયા શેર કરી અને તેના પતિની પ્રશંસા કરી છે.
'ધુરંધર 2' પર યામી ગૌતમની પહેલી પ્રતિક્રિયા
એક ઇન્ટરવ્યુમાં યામીને આડકતરી રીતે પૂછવામાં આવ્યું કે શું તેની કોઈ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે અને તેણે 'ધુરંધર 2' તરફ ઈશારો કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં, અભિનેત્રી હસી પડી અને કહ્યું કે ફક્ત તેના પતિ જ 'ધુરંધર' વિશે કોઈ માહિતી જાહેર કરી શકે છે. 'ધુરંધર 2' વિશે વધુ બોલતા, યામીએ તેને એકદમ અદ્ભુત ગણાવી અને ખુલાસો કર્યો કે તે જોયા પછી તે ભાવુક થઈ ગઈ હતી. તેણે વધુમાં ઉમેર્યું કે તે દિવસે તેને ફ્લાઇટ પકડવાની હતી અને તે આદિત્યને તરત જ કંઈ ન કહી શકી, પરંતુ પછીથી તે કોઈપણ વસ્તુ ર ફોકસ નહતી કરી શકતી.
યામી ગૌતમે પતિ આદિત્ય ધરની પ્રશંસા કરી
અભિનેત્રીએ આગળ કહ્યું, "મારે એક સ્ક્રિપ્ટ વાંચવી હતી, પણ હું ન વાંચી શકી... મારે કંઈક જોવું હતું, પરંતુ હું ન જોઈ શકી. હું ફક્ત બહાર સુંદર સૂર્યાસ્ત જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે ફ્લાઈટ લેન્ડ કરશે ત્યારે હું આદિત્યને શું કહીશ. હું ફિલ્મ અને મેં જે અનુભવ્યું તે વિશે મારી લાગણીઓ ખરેખર વ્યક્ત કરવા માંગતી હતી. આદિત્ય તેના દર્શકો અને દેશને પ્રેમ કરે છે અને આ ફિલ્મ બનાવવા માટે તેણે પોતાનું હૃદય અને આત્મા લગાવી દીધા છે. ધુરંધર 2 એક એવો અનુભવ હશે જે દર્શકો ક્યારેય નહીં ભૂલી શકે."
'ધુરંધર 2' માં યામી ગૌતમનો કેમિયો
ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી, 'ધુરંધર' એ રિલીઝના માત્ર ત્રણ અઠવાડિયામાં વિશ્વભરમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી.વર્ક ફ્રંટની વાત કરીએ તો યામી તેના પતિ આદિત્ય ધારની ફિલ્મ 'ધુરંધર 2' માં કેમિયો કરશે તેવી અટકળો ચાલી રહી છે. આ ફિલ્મ 19 માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.

