Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Thalapathy Vijay's 27-year marriage ends! Wife seeks divorce, Sangeeta alleges 'extra-marital affair'

Thalapathy Vijayના 27 વર્ષના લગ્નજીવનનો અંત! સંગીતાએ માંગ્યા છૂટાછેડા

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Thalapathy Vijayના 27 વર્ષના લગ્નજીવનનો અંત! સંગીતાએ માંગ્યા છૂટાછેડા
સોર્સ : GSTV

તમિલનાડુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મશહૂર અભિનેતા અને TVK (તમિલગા વેત્રિ કઝગમ) પ્રમુખ વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે.

App Store

અભિનેત્રી સાથે અફેરનો આરોપ

સંગીતાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે વિજયનું એક અભિનેત્રી સાથે અફેર છે. આ આધાર પર તેમણે કોર્ટ પાસે છૂટાછેડાની માંગ કરી છે. આ સમાચાર સામે આવતા જ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ મામલે વિજય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે આ મામલામાં આગળ શું વળાંક આવે છે.

લગ્નના 25 વર્ષ પછી તિરાડ?

અભિનેતા અને TVK પ્રમુખ વિજય અને સંગીતાના લગ્ન ઓગસ્ટ 1999માં થયા હતા. આ દંપતીને બે બાળકો છે — જેસન સંજય અને દિવ્યા શાશા. લાંબા સમય સુધી બંનેને એક સુખી પરિવાર તરીકે જોવામાં આવતા હતા.

બંને પક્ષોના સત્તાવાર નિવેદનની રાહ

સામે આવેલી માહિતી મુજબ, છૂટાછેડાની આ કાનૂની પ્રક્રિયા સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈઓ અનુસાર, જો કોઈ પતિ કે પત્ની પર વ્યભિચાર (અડલ્ટરી) અથવા ક્રૂરતા જેવા આરોપો સાબિત થાય છે, તો બીજો પક્ષ છૂટાછેડાની માંગ કરી શકે છે.

આ સમાચારથી ચાહકો ચોંકી ગયા છે. હાલમાં, તમામની નજર કોર્ટની આગળની કાર્યવાહી અને બંને પક્ષોના સત્તાવાર નિવેદનો પર ટકેલી છે.