Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : High Court approves release of 'The Kerala Story 2', big relief for makers as soon as the ban is lifted!

'The Kerala Story 2'ની રિલીઝને હાઈકોર્ટની મંજૂરી, રોક હટતા જ મેકર્સને મોટી રાહત!

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'The Kerala Story 2'ની રિલીઝને હાઈકોર્ટની મંજૂરી, રોક હટતા જ મેકર્સને મોટી રાહત!
સોર્સ : GSTV

વિપુલ શાહ નિર્મિત 'ધ કેરળ સ્ટોરી 2' (The Kerala Story 2) ને આખરે રિલીઝ માટે મંજૂરી મળી ગઈ છે. તાજેતરમાં કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.

App Store

મેકર્સને મળી લીલી ઝંડી

શુક્રવારે 'ધ કેરળ સ્ટોરી 2' ના પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહની અપીલ પર કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી અને મેકર્સના પક્ષમાં ચુકાદો આપ્યો. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.

શું હતો વિવાદ?

'ધ કેરળ સ્ટોરી 2' નું ટ્રેલર રિલીઝ થયા પછી ઘણો વિવાદ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ગુરુવારે કેરળ હાઈકોર્ટે ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી અને તેના પર સ્ટે આપ્યો હતો. ફિલ્મ પર કોમી અશાંતિ ફેલાવવાનો અને રાજ્યને નકારાત્મક રીતે દર્શાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સિંગલ બેન્ચ જજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સર્ટિફિકેટ મળ્યું હોવા છતાં ફિલ્મની રિલીઝ પર 15 દિવસની વચગાળાની રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.

CBFC ને પણ વિચાર્યા વગર U/A સર્ટિફિકેટ આપવા બદલ હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. ફિલ્મ પર સ્ટે લાગ્યા બાદ પ્રોડ્યુસર વિપુલ શાહે આ વચગાળાના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો અને શુક્રવારે થયેલી સુનાવણી બાદ 'ધ કેરળ સ્ટોરી 2' ની રિલીઝને મંજૂરી મળી ગઈ છે.

શું છે 'ધ કેરળ સ્ટોરી 2' ની વાર્તા?

કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી 'ધ કેરળ સ્ટોરી 2' ની વાર્તા ત્રણ છોકરીઓની છે જેનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે ધર્માંતરણ માટે તેમને જબરદસ્તીથી બીફ પણ ખવડાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ ક્યારે આવશે.