Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dharmendra's last film Ikkis released on this OTT platform

OTT પર રિલીઝ થઈ Dharmendraની છેલ્લી ફિલ્મ 'Ikkis', જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
OTT પર રિલીઝ થઈ Dharmendraની છેલ્લી ફિલ્મ 'Ikkis', જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો
સોર્સ : GSTV

સ્વર્ગસ્થ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ​​'ઇક્કીસ' (Ikkis) 1 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ એક દમદાર બાયોગ્રાફિકલ વોર ડ્રામા ફિલ છે, જે ભારતના સૌથી નાના પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની અસાધારણ સત્ય ઘટનાથી પ્રેરિત છે.

App Store

નેશનલ એવોર્ડ વિનર દિગ્દર્શક શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા યુવાન અરુણ ખેતરપાલની મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે સ્વર્ગસ્થ ધર્મેન્દ્ર સહિત ઘણા શાનદાર કલાકાર જોડાયા છે, ધર્મેન્દ્ર તેમની અંતિમ ફિલ્મમાં બ્રિગેડિયર ખેતરપાલની ભૂમિકામાં જોવા મળ્યા હતા, તેમની સાથે જયદીપ અહલાવત, સિમર ભાટિયા અને રાહુલ દેવ મુખ્ય ભૂમિકાઓમાં છે.

વિશ્વભરમાં સ્ટ્રીમ થઈ ​​'ઇક્કીસ'

મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત અને બિન્ની પડા દ્વારા સહ-નિર્મિત ​​'ઇક્કીસ' હવે ભારતમાં અને વિશ્વભરના ઘણા દેશોમાં પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.

​​'ઇક્કીસ' ની વાર્તા અરુણ ખેતરપાલ (PVC) ના ટૂંકા પરંતુ અસાધારણ જીવનની આસપાસ ફરે છે, જેમણે 21 વર્ષની ઉંમરે બસંતરના યુદ્ધમાં તેમના નિર્ભય નેતૃત્વ માટે મરણોત્તર દેશનું સર્વોચ્ચ લશ્કરી સન્માન મેળવ્યું હતું.

વોર ડ્રામા ફિલ્મ હોવા છતાં ​​'ઇક્કીસ' ફક્ત એક્શન સુધી મર્યાદિત નથી. તે બહાદુરી, માનવતા, યુદ્ધની નિરર્થકતા અને ભાગલાના ઘા જેવા ઊંડા વિષયોની પર પણ કેન્દ્રિત છે. આ એક એવી ભાવનાત્મક વાર્તા છે જે ફક્ત વીરતાની ઉજવણી જ નથી કરતી, પરંતુ એક આખી પેઢીએ ચૂકવવી પડતી કિંમતની વાત પણ કહે  છે.