મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અભિનંદન! અભિનેત્રી યામી ગૌતમ બની માતા, પુત્રને સંસ્કૃતમાં આપ્યું આ ખાસ નામ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે પારણું બંધાયું છે. યામીએ પોતાના પહેલા

અભિનંદન! અભિનેત્રી યામી ગૌતમ બની માતા, પુત્રને સંસ્કૃતમાં આપ્યું આ ખાસ નામ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે પારણું બંધાયું છે. યામીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. યામીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. યામીએ જણાવ્યું કે તેમના ઘરે લડ્ડુ ગોપાલનો જન્મ થયો છે.  એટલું જ નહીં યામીએ પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.

યામીએ ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે. આ તસવીર પર લખ્યું, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ, જેમણે અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મ લઈને અમને ગૌરવ અપાવ્યું છે, કૃપા કરીને તેને તમારા આશીર્વાદ અને પ્રેમ આપો."

વેદવિદનો અર્થ શું છે?

દંપતીએ તેમના પુત્રને ખૂબ જ ખાસ નામ આપ્યું છે. નામ વાંચીને સમજાય છે કે નામ નક્કી કરતા પહેલા બંનેએ ઘણું વિચાર્યું છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, 'વેદોમાં પારંગત વ્યક્તિ.'

આ સમાચાર શેર કરો