VIDEO: ‘રામાયણ’ની ઈવેન્ટમાં પહોંચ્યો વર્લ્ડનો નંબર વન યુટ્યુબર MrBeast, રણબીર કપૂરે બોલાવડાવ્યા ‘જય શ્રી રામ’ના નારા
પ્રસિદ્ધ અમેરિકન યુટ્યુબર મિસ્ટર બીસ્ટ આજકાલ મુંબઈમાં છે. તે રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ના પ્રમોશનલ કેમ્પેઈનનો હિસ્સો બનવા માટે ભારત આવ્યો છે. 26 સપ્ટેમ્બરે આયોજિત એક ખાસ ઈવેન્ટમાં મિસ્ટર બીસ્ટે રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે, નમિત મલ્હોત્રા અને ડાયરેક્ટર નિતીશ તિવારી સાથે મંચ પર ઉપસ્થિત રહ્યો હતો. આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પેપરાજી બૂમ પાડીને કહે છે, ‘જય શ્રી રામ, મિસ્ટર બીસ્ટ.’ શરૂઆતમાં મિસ્ટર બીસ્ટ થોડા અચકાઈ ગયા અને સમજી ન શક્યા કે શું પ્રતિક્રિયા આપવી. ત્યારે જ પાસે ઊભેલા રણબીર કપૂરે તેમને સમજાવ્યું અને ‘જય શ્રીરામ’ બોલવાનો ઈશારો કર્યો. રણબીરની વાત સાંભળતા જ મિસ્ટર બીસ્ટે મોટા ઉત્સાહ સાથે ‘જય શ્રીરામ’ કહ્યું, જેને સાંભળીને ત્યાં હાજર લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા.
રણબીર કપૂરે મિસ્ટર બીસ્ટને પ્રભુ શ્રીરામ વિશે જણાવ્યું
ત્યારબાદ રણબીર કપૂર મિસ્ટર બીસ્ટને ભગવાન શ્રીરામની મહિમા અને તેમના આદર્શો વિશે સમજાવતા નજરે પડ્યા. રણબીરે તેમને કહ્યું, “ભગવાન રામનો જન્મ એક રાજકુમાર તરીકે થયો હતો અને તેમની પાસે બધું જ હતું. પરંતુ પોતાના પિતાના વચનને પૂરું કરવા અને પોતાના કર્તવ્ય માટે તેમણે બધું જ ત્યાગી દીધું. તેમને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. મને આશા છે કે આ ફિલ્મ દ્વારા તમને આપણી સંસ્કૃતિ, આપણો ઈતિહાસ અને આ મહાન ગાથાની શરૂઆતને નજીકથી જાણવાની તક મળશે.”

