VIDEO: 50 મીટર રાઈફલ શૂટિંગની ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વર
સોર્સ : gstv
એશિયન ગેમ્સમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ટીમ માટે સિલ્વર મેડલ જીતીને હું ખૂબ જ આનંદિત છું, જોકે વ્યક્તિગત મેડલ ચૂકી જવાનો થોડો અફસોસ ચોક્કસ છે. ક્વોલિફિકેશન મેચ દરમિયાન મારો એક જ લક્ષ્ય હોય છે કે હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપું, જેથી મારી ટીમ ગોલ્ડ મેડલ મેળવી શકે. હું આ મેડલ દેશવાસીઓ, મારા પરિવાર, મિત્રો અને દેશને સમર્પિત કરું છે. ઐશ્વર્યએ ટ્રેનિંગ અને સપોર્ટ માટે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પણ આભાર માન્યો.

