Asian Games 2026 / ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા 50 મીટર રાઈફલ 3-પોઝિશન ઈવેન્ટમાં સિલ્વર જીત્યો

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. ભારતીય ત્રિપુટીએ મહિલા 50 મીટર રાઈફલ 3-પોઝિશન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. તિલોત્તમા સેન, વિદર્ષા વિનોદ અને આશી ચોક્સીએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. આ સિવાયતિલોત્તમા સેન અને વિદર્ષા વિનોદે પણ વ્યક્તિગત ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.
ચીને ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય ખેલાડીઓએ આ વર્ષે શૂટિંગમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભારતે હવે આ રમતમાં 11 મેડલ જીત્યા છે. મહિલા 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ ઈવેન્ટમાં, તિલોત્તમા સેન, વિદર્ષા વિનોદ અને આશી ચોક્સીએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે કુલ 1763 પોઈન્ટ બનાવ્યા, બીજા સ્થાને રહી. ચીને 1773 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. કઝાકિસ્તાને 1754 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
આશી અને તિલોત્તમા ફાઈનલમાં પહોંચ્યા
તિલોત્તમા સેન અને આશી ચોક્સીએ વ્યક્તિગત ઈવેન્ટમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું. તેમણે અનુક્રમે 395-25x અને 395-23x ના સ્કોર સાથે ટોપ-3માં સ્થાન મેળવ્યું. વિદર્ષા વિનોદે પણ સારું પ્રદર્શન કર્યું, 588 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહ્યા. તિલોત્તમા સેન અને આશી ચોક્સી ફાઈનલમાં પણ સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે અને બંનેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે.
સાવન બરવાલે સિલ્વર મેડલ જીત્યો
ભારત પહેલાથી જ બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે. પહેલો ગોલ્ડ મેડલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો હતો. ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. વધુમાં, કમલજીત અને સુરુચી સિંહની જોડીએ શૂટિંગમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ વખતે મેરેથોનમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. સાવન બરવાલે 2:11:37નો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. બરવાલે પોતાના જોરદાર પ્રદર્શન બાદ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેજસ્વિન શંકર અને તૌફિક નૌશાદે પુરુષોની ડેકાથલોન 100 મીટર ઈવેન્ટમાં અનુક્રમે 865 અને 856ના સ્કોર સાથે 5મું અને 7મું સ્થાન મેળવ્યું.

