મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વાસુ ભગનાનીએ 'મિશન રાણીગંજ'ના ડિરેક્ટર અને ટીમના સભ્યોને 65 લાખ રૂપિયા આપવાના બાકી, FWICE પ્રમુખે કર્યો ખુલાસો

'કુલી નંબર 1', 'હીરો નંબર 1', અમિતાભ બચ્

વાસુ ભગનાનીએ 'મિશન રાણીગંજ'ના ડિરેક્ટર અને ટીમના સભ્યોને 65 લાખ રૂપિયા આપવાના બાકી, FWICE પ્રમુખે કર્યો ખુલાસો

'કુલી નંબર 1', 'હીરો નંબર 1', અમિતાભ બચ્ચન અને ગોવિંદાની 'બડે મિયાં છોટે મિયાં', 'કુછ કહેના હૈ', 'રહેના હૈ તેરે દિલ મેં', 'ઓમ જય જગદીશ' અને 'શાદી નં. 1' જેવી હિટ ફિલ્મો આપનારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી, જેના કારણે હવે ક્રૂ મેમ્બરથી લઈને કલાકારો સુધી દરેકે ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાનીની કંપની પર ફી લેવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેના પર 65 લાખ રૂપિયાથી વધુનું દેવું છે.

આ બધાની વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બીએન તિવારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તેમની ત્રણ ફિલ્મો 'મિશન રાનીગંજ', 'ગણપત' અને 'બડે મિયાં છોટે મિયાં'માં કામ કરનારા ક્રૂ મેમ્બરોના 65 લાખથી વધુ રૂપિયા બાકી છે. તેમણે કહ્યું કે પૂજા એન્ટરટેઇનમેન્ટ પર નિર્દેશક ટીનૂ દેસાઈના 33.13 લાખ રૂપિયા બાકી છે, જેમણે તેની 2023ની ફિલ્મ 'મિશન રાનીગંજ'નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો.

કંપનીએ હજુ સુધી નથી આપી બાકીની રકમ

તેણે એમ પણ કહ્યું કે, પ્રોડક્શન હાઉસ પર 'મિશન રાનીગંજ', 2023માં રિલીઝ થયેલી ટાઈગર શ્રોફની 'ગણપત' અને આ વર્ષે રિલીઝ થયેલી અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મોમાં કામ કરનારા 250થી વધુ સેટ વર્કર્સના 31.78 લાખ રૂપિયાથી વધુ બાકી છે. જોકે, ભગનાની આ અંગે વાત કરવા માટે તે સમયે હાજર ન હતા. ઉપરાંત, ગયા વર્ષે માર્ચ 2023માં, ભગનાની વિરુદ્ધ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA)માં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

કરોડોમાં છે બાકી રકમ

આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2022, ફેબ્રુઆરી ફિલ્મની રિલીઝ ડેટ, 6 ઓક્ટોબર, 2023 સુધી તેણે 'મિશન રાનીગંજ' પર કામ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે, 4,03,50,000 રૂપિયા મળવાના હતા અને અત્યાર સુધી તેને માત્ર 3,70,36,092 રૂપિયા જ મળ્યા છે. ગયા વર્ષે માર્ચ 2023માં 'મિશન રાનીગંજ'ના ડિરેક્ટર વાશુ ભગનાની તરફથી 33.13 લાખ રૂપિયા ન ચૂકવવા અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે કંપનીનો સંપર્ક કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી તેમણે રૂપિયા ચૂકવ્યા નથી.

જુલાઈના અંત સુધીમાં કરશે ચૂકવણી

બાદમાં તેણે જણાવ્યું કે, ભગનાનીએ કહ્યું હતું કે તે જુલાઈના અંત સુધીમાં બાકી રકમ ચૂકવી દેશે. FWICEના પ્રમુખના જણાવ્યા અનુસાર, IFTDA એ પૂજા એન્ટરટેઈનમેન્ટને ઘણા પત્રો લખ્યા હતા, પરંતુ તેઓ ચુકવણીમાં વિલંબ કરતા હતા. તિવારીએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં તેણે જેકી ભગનાનીના લગ્નને ટાંકીને પેમેન્ટ કરવા માટે સમય માગીને IFTDAને એક ઈમેલ મોકલ્યો હતો અને બાદમાં તેઓએ તેનો જવાબ આપ્યો ન હતો. પછી તેણે કહ્યું કે તે 'બડે મિયાં છોટે મિયાં'ની રિલીઝ પછી આપશે, પરંતુ તેમ છતાં તેમણે રૂપિયા આપ્યા નથી. હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો