Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Will Shahrukh Khan and Priyanka Chopra be seen together again? Desi girl gives hint on 'Don 3' and 'Krrish 4'!

Shahrukh Khan-Priyanka Chopra ફરી જોવા મળશે સાથે? 'Don 3' અને 'Krrish 4' પર દેશી ગર્લે આપી હિંટ!

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Shahrukh Khan-Priyanka Chopra ફરી જોવા મળશે સાથે? 'Don 3' અને 'Krrish 4' પર દેશી ગર્લે આપી હિંટ!
સોર્સ : GSTV

પ્રિયંકા ચોપરા હોલીવુડમાં તો ખૂબ નામ કમાઈ રહી છે, પરંતુ બોલીવુડમાં તેને જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'દેશી ગર્લ' ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' દ્વારા છ વર્ષ પછી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુનરાગમન કરી રહી છે.

App Store

જોકે, આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યા છે કે પ્રિયંકા ચોપરા બોલીવુડમાં ફરી એકવાર સક્રિય થઈ શકે છે અને પોતાની બે સફળ ફિલ્મોની ફ્રેન્ચાઇઝીનો ભાગ બની શકે છે. આ બાબતે ખુદ પ્રિયંકાએ એક ખાસ વાતચીત દરમિયાન સંકેત આપ્યા છે.

શું 'ડોન 3' અને 'ક્રિસ 4' 'માં જોવા મળશે પ્રિયંકા?

'ડોન 3'ની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મમાંથી રણવીર સિંહનો લુક પણ સામે આવ્યો હતો અને તેની સામે કિયારા અડવાણીનું નામ ફાઈનલ થયું હતું. જોકે, 'ડોન 3'ના રસ્તામાં ઘણા અવરોધો આવ્યા. પહેલા કિયારા અડવાણીએ પ્રેગ્નન્સીના કારણે ફિલ્મથી અંતર જાળવ્યું અને હવે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા કે રણવીર સિંહે 'ડોન 3' છોડી દીધી છે.

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે શાહરૂખ ખાન ફરી એકવાર 'ડોન' ફ્રેન્ચાઇઝી માટે ફરહાન અખ્તર સાથે હાથ મિલાવી શકે છે. ત્યારબાદ હવે પ્રિયંકા ચોપરાની વાપસીને લઈને પણ અફવાઓ તેજ થઈ છે. એક વાતચીતમાં જ્યારે પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું કે શું તે 'ક્રિસ 4' અને 'ડોન 3'માં પરત ફરશે? ત્યારે અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું, "મને ખબર નથી કે હું તે બંને ફિલ્મો વિશે વાત કરી શકું કે નહીં."

મહેશ બાબુએ પ્રિયંકાને કરી ટીઝ

પ્રિયંકાએ જેવું આ બંને મોટી ફ્રેન્ચાઇઝી વિશે આવું કહ્યું, તરત જ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ તેને ચીડવતા કહ્યું, "એનો મતલબ કંઈક તો રંધાઈ રહ્યું છે (કંઈક ગરબડ છે)." પ્રિયંકા ચોપરાના આ જવાબને તેના ચાહકો એક હિન્ટ તરીકે જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે 'ડોન 3' અને 'ક્રિસ 4' બંને સફળ ફ્રેન્ચાઇઝીમાં પ્રિયંકા ચોપરા જોવા મળે.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'વારાણસી'ની વાત કરીએ તો દેશી ગર્લ આ મૂવી માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ વર્ષ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મમાં આ બંને સ્ટાર્સ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે.