Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Don 3: Farhan Akhtar gives a big update about film, know when the shooting will start

Don 3: રણવીર સિંહની ફિલ્મ વિશે ફરહાન અખ્તરે આપી મોટી અપડેટ, જાણો શૂટિંગ ક્યારે થશે શરૂ

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Don 3: રણવીર સિંહની ફિલ્મ વિશે ફરહાન અખ્તરે આપી મોટી અપડેટ, જાણો શૂટિંગ ક્યારે થશે શરૂ
સોર્સ : GSTV

ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેની 'ડોન ૩'ના શૂટિંગંનું અપડેટ આપ્યું છે. નિર્માતા-દિગ્દર્શકે જણાવ્યું હતું કે,  શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામા આવશે. આ રીતે તેણે મહિનાઓથી થતી અટકળો પર વિરામ મુક્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહાને જણાવ્યું હતું કે, અમે Don 3નું શૂટિંગ આવતા વર્ષથી શરૂ કરશું. આ ફિલ્મ માટે હાલ હું આટલું જ અપડેટ આપી શકુ એમ છું. 

App Store

ફરહાને 21 નવેમ્બરના રોજ પોતાની રિલીઝ થયેલી ફિલ્મ '120 બહાદુર'ના પ્રમોશન દરમિયાન 'Don 3'નો ઉલ્લેખ કર્યો હતો.

ફરહાને ફિલ્મના શૂટિંગ અંગે કરી ઘોષણા

Don 3ની 2023માં ઘોષણા કરવામાં આવી હતી, એ પછી તેને અપડેટને લઇને કોઇ સમાચાર કે માહિતી આવતી નહોતી. તેથી ડોન ફિલ્મના પ્રશંસકો ફિલ્મ બંધ કરી દીધી હોવાની અટકળ કરી રહ્યા હતા. હવે ફરહાને આ ફિલ્મનું શૂટિંગ 2026માં કરવામાં આવશે તેવી ઘોષણા કરી છે. 

ડોનના નવા યુગનું નેતૃત્વ રણવીર સિંહ કરવાનો છે. મૂળ ફિલ્મમાં અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી ડોન ટુમાં શાહરૂખ ખાન જોવા મળ્યો હતો અને હવે ત્રીજા ભાગમાં રણવીર સિંહ ડોનના રોલમાં જોવા મળશે.