મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ક્રિતી સેનન 9 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન? ધોની-સાક્ષી સાથે વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યા હતા લવબર્ડ્સ

ક્રિતી સેનન આવતા વર્ષે તેના બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે લગ્ન કરશે તેવી ચર્ચા શરૂ થઈ છે. ક્રિતી અને

ક્રિતી સેનન 9 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન? ધોની-સાક્ષી સાથે વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યા હતા લવબર્ડ્સ

ક્રિતી સેનન આવતા વર્ષે તેના બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે લગ્ન કરશે તેવી ચર્ચા શરૂ થઈ છે. ક્રિતી અને કબીર બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. હાલમાં ક્રિતીએ કબીરના પરિવારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. 

તે પરિવારની મુખ્ય સભ્ય હોય તે રીતે જ આ લગ્નમા ઓતપ્રોત જોવા મળી હતી. તેણે તમામ વિધિમાં ભાગ લીધો હતો અને સ્ટેજ પર વર તથા કન્યા સાથે જ હાજર રહી હતી.

હજુ થોડા સમય પહેલા કબીર પણ ક્રિતીના પરિવારિક પ્રસંગમાં હાજર જોવા મળ્યો હતો. ક્રિતીનો આખો પરિવાર કબીર સાથે હળી-વળી ગયો હોય તેવું જોવા મળ્યું હતું.

ક્રિતી અને કબીર અનેકવાર સાથે દેખાઈ ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પ્રેમીઓની જેમ સંવાદ સાધતા હોય છે. જોકે હજુ સુધી ક્રિતીએ પોતાની આ રિલેશનશિપ વિશે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. 

આ સમાચાર શેર કરો