મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

લગ્ન પછી શા માટે વેચી રહી છે સોનાક્ષી ખુદની કમાણીથી ખરીદેલું ઘર, નજીકના વ્યક્તિએ કર્યો ખુલાસો!

સોનાક્ષી સિન્હા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એવા અહેવાલો છે

લગ્ન પછી શા માટે વેચી રહી છે સોનાક્ષી ખુદની કમાણીથી ખરીદેલું ઘર, નજીકના વ્યક્તિએ કર્યો ખુલાસો!

સોનાક્ષી સિન્હા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે, અભિનેત્રી મુંબઈમાં તેનું આલીશાન ઘર વેચી રહી છે. નોંધનીય છે કે, અભિનેત્રીએ 23 જૂનના રોજ બાંદ્રા વેસ્ટ સ્થિત તેના ઘરે તેના લવ ઓફ લાઈફ ઝહીર ઈકબાલ સાથે લગ્ન પણ કર્યા હતા. લગ્નના થોડા જ દિવસો બાદ સોનાક્ષીએ પોતાનું ઘર વેચવાના સમાચારથી બધાને ચોંકાવી દીધા છે અને દરેક વ્યક્તિ આનું કારણ જાણવા માગે છે. ચાલો જાણીએ કે શા માટે સોનાક્ષી પોતાની કમાણીથી ખરીદેલું તેનું પહેલું ઘર વેચી રહી છે.

સોનાક્ષી સિંહા કેમ વેચી રહી છે પોતાનું ઘર?

એક અહેવાલ મુજબ સોનાક્ષીએ લગ્ન બાદ હવે નવું ઘર ખરીદ્યું છે. જોકે, અભિનેત્રી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. રિપોર્ટ અનુસાર, સોનાક્ષીની નજીકના એક સૂત્રએ અભિનેત્રીએ પોતાનું ઘર વેચવાનું કારણ જણાવ્યું છે. સૂત્રએ કહ્યું, "સોનાક્ષીએ એ જ બિલ્ડિંગમાં એક મોટું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે જે ઝહીર ડેવલપ કરી રહ્યો છે." ઉલ્લેખનીય છે કે, સોનાક્ષીના હસબન્ડ ઝહીર ઈકબાલે 'ધ નોટબુક; (2019)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમના પરિવારનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે.

સોનાક્ષીએ પોતાના ઘરને ખૂબ જ ખાસ ગણાવ્યું

ગયા વર્ષે દિવાળીના અવસર પર સોનાક્ષીએ તેના ઘરની એક ઝલક શેર કરી હતી. આ ઘર તેના માટે ખૂબ જ ખાસ હતું કારણ કે, આ તેણે પહેલું ઘર ખરીદ્યું હતું. સોનાક્ષીએ કહ્યું હતું કે, “મારા પિતા (શત્રુઘ્ન સિન્હા)ના કારણે જ હું મારું પોતાનું ઘર ખરીદવા માગતી હતી. પટનાથી મુંબઈ આવ્યા પછી તેમણે ખરીદેલા પહેલા ઘર વિશે તે પ્રેમથી વાત કરે છે, જે તેમની પાસે આજે પણ છે. આ બેન્ડસ્ટેન્ડ (બાંદ્રા)માં 1BHK એપાર્ટમેન્ટ છે. તેમના માટે તે ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેમનો ઉત્સાહ જોઈને, હું હંમેશા મારા માટે ઘર ખરીદવા માગતી હતી અને આ એક ખાસ લાગણી છે.

આ સમાચાર શેર કરો