Entertainment: રાની મુખર્જીએ પોતાના લગ્નના ફોટા કેમ શેર ન કર્યા? તેણે કહ્યું, "મારા પતિ..."

સોર્સ : GSTV
એક્ટ્રેસ રાની મુખર્જી અને ડાઇરેક્ટર આદિત્ય ચોપરાએ વર્ષો પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ આજ સુધી લગ્નના ફોટા શેર નથી કર્યા. હવે એક્ટ્રેસે તેની પાછળનું કારણ દેખાડતા કહ્યું કે, "આદિત્ય એક પ્રાઇવેટ માણસ છે અને તે પોતાનું લગ્ન જીવન પ્રાઇવેટ રાખવા માંગે છે."
એક્ટ્રેસ રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. બંનેએ હંમેશા તેમની Private lifeને પ્રાઇવેટ જ રાખી છે. કપલે ક્યારેય પણ પોતાના લગ્ન જીવનના ફોટા લોકો સામે શેર નથી કર્યા.
શું રાની લગ્નના ફોટોસ શેર કરશે?
એક એજન્સી સાથે વાતચીત દરમિયાન, રાનીને મજાકમાં પૂછવામાં આવ્યું કે, શું તે આદિત્યની સાથે તેમના લગ્નની સિલ્વર જુબલી પર લગ્નના ફોટોસ પબ્લીશ કરશે? આ સવાલ પર રાનીએ જવાબ આપતા કહ્યું કે,"લગભગ, આ એક ખૂબ જ સારો વિચાર છે. મારા પતિ ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છે. દેખીતી રીતે મને નથી લાગતું કે આદિત્ય ક્યારેય ઈચ્છે કે તેમના લગ્નના ફોટોસ ક્યારેય બહાર આવે".
રાની ખુદ પોતાના અંગત જીવનને ચર્ચાઓથી દૂર રાખવાનું પસંદ કરે છે.
તેમણે કહ્યું કે,"હું ખુદ પણ પોતાના જીવનને પ્રાઇવેટ રાખું છું, કારણ કે મારું કામ આને મારું અંગત જીવન અલગ-અલગ છે. જો તમે મને છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈ હશે તો તમને ખબર હશે કે હું ત્યારે જ લોકોની સામે આવુ છું કે જ્યારે તેનું કોઈ કારણ હોય. અને આ હંમેશા નથી હોતું. મારું માનવું છે કે, આપણે આપણી અમુક વસ્તુઓ આપણી પાસે જ રાખવી જોઈએ. તમારે તમારી આસપાસના વાતાવરણને થોડું સુરક્ષિત રાખવું જોઈએ. દરેક વસ્તુ દરેક લોકો માટે નથી હોતી. કારણ કે અમે પહેલેથી જ ખૂબ જ exposed છીએ. અને તે exposed હોવું પૂરતું છે. અમુક વસ્તુઓ અંગત જ રાખવી જોઈએ. જેમકે તમે કઈ જગ્યાએ જાવ છો, શું કરો છો, તમારા પરિવાર સાથે શું કરો છો, કેવી પળો વિતાવો છો."
આદિત્યની એવી પરવરિશ થઈ છે કે...
રાનીએ આગળ કહ્યું કે, "હું તેમને નિયમો તરીકે જોતી નથી. હું તેમને જીવન જીવવાની રીત તરીકે જોઉં છું. નિયમોને ઘણીવાર બીજાઓ દ્વારા આપણા પર લાદવામાં આવતી વસ્તુ તરીકે જોવામાં આવે છે અને તેનું આપણે આંધળું પાલન કરવું પડે છે. તે યોગ્ય નથી." આદિત્ય એક ખૂબ જ સ્વતંત્ર વ્યક્તિ છે, અને તેમને મહિલાઓ માટે ખૂબ જ સમ્માન છે. યશ અંકલ અને પૈમ આંટીએ તેમને આ રીતે જ ઉછેર્યા છે.
"મર્દાની" ફિલ્મની અભિનેત્રીએ આગળ કહ્યું કે, આદિત્ય ચોપરાએ જીવનના આ પાઠ તેના માતા-પિતા, યશ ચોપરા અને પૈમ ચોપરા પાસેથી શીખ્યા હતા. તેણીએ કહ્યું, "જ્યારે તમે યશ અંકલની ફિલ્મો જુઓ છો, ત્યારે તે સ્ત્રી પાત્રોને ખૂબ મહત્વ આપે છે. પૈમ આંટી યશ અંકલના વ્યાવસાયિક અને અંગત જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. આદિત્ય પણ તેમનું જ અનુકરણ કરે છે કારણ કે તે નાના હતા ત્યારે તેણે આ બધા રોલ મોડેલને જ જોયા હતા. તે મારી સાથે જે રીતે વર્તે છે તેમાં ઘણો આદર છે. "તે મને કહેતો નથી કે મારે કોઈ ખાસ કામ કરવું જોઈએ; તે મારી પસંદગી છે. તે મને કહે છે કે મારે વધુ બહાર જવું જોઈએ."

