અનંત-રાધિકાના શાહી લગ્નમાં ન આવી કરીના કપૂર? પોસ્ટ શેર કરીને કહ્યું...
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન શુક્રવારે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી થયા. આ દરમિયાન ભારત અને વિદેશમાંથી સેંકડો જાણીતી હસ્તીઓ આવી પહોંચી હતી. અંબાણી પરિવાર સાથે લગ્ન પહેલા દરેક ફંક્શનમાં અનેક સેલિબ્રિટી હાજરી આપતા જોવા મળ્યા હતા. કરીના કપૂર ખાન પણ અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે પતિ સૈફ અલી ખાન સાથે જામનગર પહોંચી હતી. આ દરમિયાન તેનો લુક વાયરલ થયો હતો. કરીનાએ તેના લગ્નના ઘરેણાં પણ પહેર્યા હતા. પરંતુ સૈફ અને કરીના 12 જુલાઈના રોજ લગ્નના ફંક્શનમાં જોવા મળ્યા ન હતા.
કરીનાએ કરી પોસ્ટ
આ દરમિયાન લગ્નમાં હાજર ન રહેવાના કારણે કરીનાએ પોસ્ટ કરી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- તમને બંનેને જીવનભર ખુશીની શુભેચ્છા. અમે સેલિબ્રેશન ચૂકી ગયા, અમારા તરફથી ઘણો પ્રેમ. સૈફ અને કરીના.
શા માટે તે લગ્નમાં હાજર ન રહી શકી?
સૈફ અલી ખાન અને કરીના પરિવાર સાથે રજાઓ મનાવી રહ્યા છે. બંને પોતાના પરિવાર સાથે વિદેશમાં છે. આ કારણે બંને શુક્રવાર-શનિવારે ફંક્શનમાં હાજર રહી શક્યા નહોતા. કરીનાની પોસ્ટ પરની કોમેન્ટ્સ પરથી ખબર પડે છે કે બેબો સૈફ સાથે ગ્રીસમાં છે.
ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ
સૈફ અને કરીનાના સોશિયલ મીડિયા પેજ પર, તેમના ફેન્સ અંબાણી પરિવારના લગ્નમાં ન આવવાનું કારણ પૂછી રહ્યા છે. ઘણા ફેન્સે કોમેન્ટ કરીને પૂછ્યું – તમે બંને અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં કેમ નથી જતા? આ દરમિયાન કરીનાએ પોસ્ટ કરીને નવા કપલને શુભેચ્છા પાઠવી છે. સમજી શકાય છે કે, કરીના-સૈફ પૂર્વ આયોજિત વેકેશનને કારણે દેશની બહાર ગયા હતા.






