પંચાયતનું ફૂલેરા ગામ હકિકતમાં ક્યાં આવેલું છે? આ મુખ્યમંત્રી સાથે છે ખાસ કનેક્શન
ઓટીટી પર ઓછા બજેટમાં અને ઓછા સ્ટાર કાસ્ટ સાથે બનેલી વેબ સિરીઝ પણ લોકોને ખૂબજ પસંદ આવી રહી છે. વેબસીર

ઓટીટી પર ઓછા બજેટમાં અને ઓછા સ્ટાર કાસ્ટ સાથે બનેલી વેબ સિરીઝ પણ લોકોને ખૂબજ પસંદ આવી રહી છે. વેબસીરિઝની પોપ્યુલારિટી વધતાં તેની ચર્ચા થઈ રહી છે. એમાંની એક ઓટીટી પર પ્રસારિત થયેલી વેબસિરીઝ એટલે પંચાયત. હાલમાં પંચાયતની ત્રીજી સિઝન રીલિઝ થતા તે ચર્ચામાં આવી છે. પંચાયત વેબસીરિઝનું ફૂલેરા ગામ લોકોના મુખે ચડ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે પંચાયતનું ફૂલેરા ગામ યુપીનું નહીં પરંતુ મધ્યપ્રદેશનું ગામ છે. આ વેબ સિરીઝનું શૂટિંગ જે ગામમાં થયું તે તેની સાથે મુખ્યમંત્રીનું પણ ખાસ કનેક્શન છે.
આ ગામમાં પંચાયતનું શૂટિંગ થયું હતું
યુપીના બલિયા સ્થિત ફુલેરાને ભલે પંચાયત વેબ સિરીઝનો આધાર બનાવવામાં આવ્યો હોય, પરંતુ હકિકતમાં આ વેબ સિરીઝનું શૂટિંગ મધ્યપ્રદેશના મહોડિયા ગામમાં કરવામાં આવ્યું છે. આ ગામમાં બે મહિનામાં આખી પંચાયત વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. જો કે પંચાયત વેબ સિરીઝમાં જે ફૂલેરા ગામનો ઉલ્લેખ છે, એ નામથી ગામ રાજસ્થાનમાં પણ છે, પરંતુ આ વેબ સિરીઝનું શૂટિંગ ન તો રાજસ્થાનમાં થયું છે ન તો ઉત્તર પ્રદેશમાં થયું છે.
જણાવી દઈએ કે ઓનસ્ક્રીન ગ્રામ પંચાયત 'ફૂલેરા' મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ગામ પાસે આવેલું છે. આ વેબ સિરીઝનો સેટ શિવરાજ સિંહ ચૌહાણના પૈતૃક ગામથી થોડાક કિલોમીટરના અંતરે આવેલા 'મહોડિયા' ગામમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સીએમ શિવરાજનું પૈતૃક ગામ 'જૈતાગાંવ' છે. મહોડિયા અને જૈતાગાંવ બંને સિહોર જિલ્લામાં આવે છે અને બંને ગામોની લોકસભા બેઠક વિદિશા છે. આ લોકસભાની ચૂંટણીમાં વિદિશા બેઠક પરથી શિવરાજ સિંહ ચૌહાણ લડી રહ્યા છે.
પૂર્વ સરપંચના ઘરે શૂટિંગ થયું હતું
પંચાયત વેબ સિરીઝને ઘણી સફળતા મળી, જેના પછી આ ત્રીજો ભાગ બનાવવામાં આવ્યો છે. પંચાયતના આ ભાગને પણ લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ગામમાં પૂર્વ સરપંચનું ઘર, પંચાયત ભવન અને ગામની પાણીની ટાંકી જેવી જગ્યાઓ પર વેબ સિરીઝના દૃશ્યો શૂટ કરવામાં આવ્યા છે. તેના શૂટિંગમાં ગામના લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે. હવે આ વેબ સિરીઝના કારણે મહોડિયા પણ ખૂબ લોકપ્રિય થઈ ગયું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.








